મોરબી.
મોરબી નગર પાલિકાએ જાહેરમાં કચરો ફેંકનારને રૂપિયા એક હજારનો દંડ કરવા અંગેનું જાહેર કર્યા પછી પણ ખુલ્લેઆમ કચરો ફેંકાઈ રહ્યો છે.
જન જાગૃતિના અભાવે કે પછી કાયદાની ઐસી કી તૈસીમાં માનનારા લોકો આજની તારીખે પણ જાહેરમાં કચરો અને વેસ્ટ પ્લાસ્ટિક ફેંકે છે. મોરબીમાં સ્થિત સોમૈયા સોસાયટીની બાજુમાં જાહેર રોડ ઉપર ખુલ્લેઆમ કચરો ફેંકવામા આવી રહ્યો છે. તેમજ પંચાસર રોડને ક્રોસ કરતી મચ્છુ-2 ડેમની બે નંબરની માઇનોર કેનાલ પર પણ પ્લાસ્ટિક અને કચરો ફેંકાય છે.
તો રામચોક પાસેના વસંત પ્લોટ 12 અને 13માં ફેલાયેલા કચરાને લીધે આખી શેરી જ બંધ થઇ ગઈ છે અને વાહનોની સતત અવર-જવર આ કચરા ઉપરથી થઇ રહી છે. ઉપરાંત આ કચરાના ઢગની અંદર દારૂની બાટલીઓ પણ જોવા મળી છે.
મોરબી નગર પાલિકાએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દીધા પછી તેમણે જાહેરમાં કચરો ફેંકનારને રૂપિયા એક હજારનો દંડ કરવા અંગેનું જાહેર કર્યા પછી પણ જનજાગૃતિના અભાવે કે પછી કાયદાની ઐસી કે તૈસીમાં માનવાવાળા લોકો આજની તારીખે પણ જાહેરમાં કચરો અને વેસ્ટ પ્લાસ્ટિક જાહેરમાં ફેંકે છે. મોરબીનાં વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટીની બાજુમાં જાહેર રોડ ઉપર ખુલ્લેઆમ કચરો ફેંકાય છે.
જયારે આ મુદ્દે મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું હતું કે,
જાહેરમાં કચરો ફેકવો મોરબીમાં પ્રતિબંધિત છે. જયારે કચરો અમે કચરો ફેંકવાવાળા 50 હજારથી પણ વધારે લોકોને 500 થી વધુ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો લોકો હજુ પણ પોતાની મરજી પ્રમાણે વાર્તાન કરી અને જાહેરમાં કચરો કરશે તો અમે 133 અને 188 અંતર્ગત કાર્યવાહી પણ કરશું.”
તેમજ પંચાસર રોડને ક્રોસીંગ કરતી મચ્છુ-2 ડેમની બે નંબરની માઇનોર કેનાલ બુરી દેવી હોય તેમ પ્લાસ્ટિક અને કચરો ફેંકે છે. તો રામચોક પાસેના વસંત પ્લોટ 12, 13 માં આજુબાજુના અમુક લોકો કચરો ફેંકી જતા હોય આખી શેરી જ બંધ થઇ ગઈ છે અને ટુ વ્હિલ વાહનની સતત અવર-જવર આ કચરા ઉપરથી થઇ રહી છે. એક ચોંકાવનારી બાબત એ પણ છે કે આ કચરામાં અંગ્રેજી દારૂની ખાલી બોટલો પણ ફેંકાયેલી જોવા મળી હતી.
આ વિસ્તારમાં કોઈ ને કોઈ જગ્યાએ છાંટો પાણીની મેહફીલ પણ મંડાતી હોય તેવું લોકોનું કહેવું છે પણ લુખ્ખાઓની દાદાગીરી કે કોઈની સાથે માથાફૂટ થાય તેવા ડરથી કોઈ જાહેરમાં બોલતું નથી.

જાહેરમાં કચરો ફેકવો મોરબીમાં પ્રતિબંધિત છે. જયારે કચરો અમે કચરો ફેંકવાવાળા 50 હજારથી પણ વધારે લોકોને 500 થી વધુ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો લોકો હજુ પણ પોતાની મરજી પ્રમાણે વાર્તાન કરી અને જાહેરમાં કચરો કરશે તો અમે 133 અને 188 અંતર્ગત કાર્યવાહી પણ કરશું.”