વડોદરા.
સ્કુલમાં વાલીઓ પોતાનાં નાના ભુલકાઓને શિક્ષા મેળવવા માટે મોકલતા હોય છે. તેમજ શાળા જ્ઞાનનું મંદિર કહેવામાં આવે છે. ત્યારે વડોદરામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના કહેવાતી સંસ્કારીનગરી વડોદરાથી સામે આવી છે.
જે ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ જણાઈ રહી છે. મળતી માહિતી મુજબ બીજા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીએ તેની સાથે ભણતી અન્ય વિદ્યાર્થીને પ્રેમપત્ર લખ્યો હતો. આ મુદ્દે શાળા સંચાલકો પણ તેને ગંભીરતાથી નહીં પણ સહજતાથી લઇ રહ્યાં છે તે સૌથી ચિંતાજનક બાબાત છે.

વડોદરામાં જે ઘટના પ્રકાશમાં આવી છે તે જ્ઞાનનાં મંદિરોમાં શિક્ષણ જગતને હચમચાવી નાખે તેવી છે. વડોદરામાં ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં પ્રેમ પત્ર અપાતા ચર્ચાનો વિષય બન્યો છે. ધો. 2 ની વિદ્યાર્થીને પ્રેમ પત્ર અપાતા વિવાદ સર્જાયો હતો. આપણે જેને માસૂમ કહીએ છીએ તેવા ધો. 2 નાં જ વિદ્યાર્થીએ તેની સાથે ભણતી વિદ્યાર્થિનીને પ્રેમપત્ર મોકલ્યો હતો. ભૂલકાઓનાં આવા વ્યવહારથી વાલીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આ બાબતે વાલીઓ સ્કૂલ સંચાલકને જાણ કરવા પહોંચ્યા હતા. પરંતુ સંચાલકોએ આવા ગંભીર મુ્દ્દાને સહજતાથી લઇને વાલીઓની ચિંતા વધારી દીધી છે.

વડોદરા શહેરનાં બગીખાના વિસ્તારમાં આવેલ બરોડા હાઈસ્કુલનાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેના જ ક્લાસના વિદ્યાર્થીએ પ્રેમપત્ર લખ્યો હતો. બાળકી જ્યારે સ્કુલે થી ઘરે પહોંચી ત્યારે પોતાની નોટબુકમાંથી પેજ ફાડીને તે ફેક્તી હતી. ત્યારે પિતાએ તેને જોઈ લીધી હતી. પિતાએ કાગળનો ડૂચો નિહાળતા જ તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા. જેમાં બેગમાંથી પ્રેમપત્રો મળી આવ્યા હતા. બાળકીનાં માતાએ આ લેટર પુછ પરછ કરતા બાળકીએ જણાવ્યું કે, સ્કુલમાં એક છોકરા દ્વારા તેને દરરોજ આ પ્રકારનો પ્રેમપત્ર આપવામાં આવે છે અને તેને એ છોકરો કાગળ પર લખીને તેના ઉપર ફેંકે છે.

આ બાબતે બાળકીએ ક્લાસ ટીચરને જાણ કરી હતી. તેમ છાતાં ટીચરે કોઈ ઉપયુક્ત પગલા ન લેતા બાળકીને ચુપચાપ બેસવા માંટે કહી દીધું હતું. ત્યારબાદ બાળકી આ બનાવને લઈ ડરી ગઈ હતી. આવા નાના ભુલકાઓ દ્વારા આવી પ્રવૃતિ ભવિષ્યમાં ખુબ જ ખરાબ પરિણામ લાવે તેવી ગંભીર બાબત છે. તેમ છતાં સ્કુલનાં સંચાલકો દ્વારા કોઈ પગલા લેવામાં ન આવ્યા હતા.

આવા ગંભીર મુદ્દે કાગળમાં પ્રેમ પત્ર નિહાળી વાલીઓ શાળાએ પહોચ્યા હતા અને શાળા સંચાલિકાને ખખડાવ્યા હતા. સંચાલકોએ આ વાતને સામાન્ય જણાવતા પિતાને આંચકો લાગ્યો હતો. બાળકીનાં પિતાએ સ્કુલનાં સંચાલિકાને જાણ કરી, પરંતુ જ્યારે સંચાલિકાએ જે જવાબ આપીને પોતાની માનસિકતા છતી કરી ત્યારે વાલીઓના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. બાળકીના પિતાને ટેરરીસ્ટ ગણાવી કાર્યાલય બહાર જવા કહી દેવાયું હતું. આટલી નાની ઉમરમાં આ પગલા બાદ બાળકીનાં પિતાએ બાળકીઓ શાળામાં કેટલી સુરક્ષિત છે તે અંગે સવાલો ઉઠાવ્યા હતા.

વડોદરાનો આ કિસ્સો વાલીઓને લાલબત્તી ધરતો છે. વડોદરાની આ ઘટના પ્રકાશમાં આવતાં હવે શિક્ષણ વિભાગે સચેત થવું જ રહ્યું નહીં તો આવા કિસ્સા વધુ બનતાં રહેશે ત્યારે માસૂમોની સલામતી સામે અનેક સવાલો ઉભા થયા વિના રહેશે નહીં.
