નવી દિલ્હી,
ગત ૧૫ જૂનના રોજ ઈદ મનાવવા પોતાના ઘરે જઈ રહેલા સેનાના જવાન ઓરંગઝેબની આતંકવાદીઓ દ્વારા અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી, ત્યારે હવે રાષ્ટ્રીય રાયફલ્સના શહીદ જવાન ઓરંગઝેબને તેમના શૌર્ય અને બલિદાન માટે ભારતીય સેના દ્વારા શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મેજર આદિત્ય કુમારને પણ શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા છે.
Major Aditya Kumar (Garhwal Rifles) and Rifleman Aurangzeb (posthumously) to get Shaurya Chakra. #IndependenceDay2018 pic.twitter.com/RHnGus3pCH
— ANI (@ANI) August 14, 2018
સ્વતંત્રતા દિવસ પહેલા ગૃહ મંત્રાલય દ્વારા કુલ ૯૪૨ મેડલની જાહેરાત કરવામાં આવી છે. કાશ્મીરમાં શહીદ થયેલા CRPFના બે જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPMG), સીઆરપીએફના ૮૯ જવાનોને પોલીસ મેડલ (PMG) તેમજ વીરતા માટે ૧૭૭ પોલીસ મેડલ (પીએમજી) મેડલ આપવામાં આવ્યા છે.
Central Reserve Police Force has been awarded 5 Shaurya Chakras, 2 President Police Medal for Gallantry (PPMG) and 89 Police Medal for Gallantry (PMG). #IndependenceDay2018 pic.twitter.com/pYbXKIj8UT
— ANI (@ANI) August 14, 2018
આ ઉપરાંત INSV તરિણી પર સફળતાપૂર્વક વિશ્વભરમાં પરિભ્રમણ કરનારી ભારતીય નેવીની ૬ મહિલા ઓફિસરોને બહાદુરી માટે નવ સેના મેડલ એનાયત કરવામાં આવશે.
6 women officers of the Indian Navy, who successfully circumnavigated the globe on Indian Naval Sailing Vessel Tarini (INSV Tarini) have been awarded the Nav Sena Medal (Gallantry) (File pic) #IndependenceDay2018 pic.twitter.com/VatNO8KmJ3
— ANI (@ANI) August 14, 2018
જયારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ભારતીય કોસ્ટગાર્ડના જવાનોમાં પ્રતિષ્ઠિત સેવા માટે એક રાષ્ટ્રપતિ તટરક્ષક મેડલ, બહાદુરી માટે ૫ તટરક્ષક મેડલ અને પ્રશંસાપાત્ર સેવા માટે ૨ તટરક્ષક મેડલ આપવામાં આવશે
President of India Ram Nath Kovind has awarded 1 President's Tatrakshak Medal (Distinguished Service), 5 Tatrakshak Medal (Gallantry) & 2 Tatrakshak Medal (Meritorious Service) to Indian Coast Guard personnel. #IndependenceDay2018 pic.twitter.com/A2wbylLMsd
— ANI (@ANI) August 14, 2018
મહત્વનું છે કે, આ વર્ષે ૧૫ જૂન ઈદ મનાવવા જઈ રહેલા રાષ્ટ્રીય રાઈફલ્સના જવાન ઓરંગઝેબનું આતંકવાદીઓએ અપહરણ કરીને હત્યા કરી હતી. ત્યારબાદ ગોળીઓથી ક્ષત-વિક્ષિત કરાયેલો ઓરંગઝેબનો મૃતદેહ પુલવામાં જિલ્લાના ગુસ્સુ વિસ્તારમાંથી મળ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના પૂંછના રહેનારા ઓરંગઝેબ J & Kના લાઈટ ઇન્ફેટરી શાદીમાર્ગ સ્થિત ૪૪ રાષ્ટ્રીય રાઈફલમાં તૈનાત હતા.
મેજર આદિત્યને પણ અપાશે શૌર્ય ચક્ર
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં થયેલા ફાયરિંગ બાદ ૧૦ ગઢવાલ રાઈફલ્સના મેજર આદિત્ય કુમાર ચાર્ચામાં આવ્યા હતા. આ ફાયરિંગમાં ત્રણ નાગરિકોના મોત થયા હતા.
શા માટે આપવામાં આવે છે શૌર્ય ચક્ર ?
ભારતીય સેના દ્વારા વીરતા માટે સૈનિકોને આપવામાં આવતા કીર્તિ ચક્ર બાદ શૌર્ય ચક્ર આવે છે. શૌર્ય ચક્રનું સન્માન વીરતાનું પ્રતિક છે અને આ સન્માન જવાનોને તેમની અસાધારણ વીરતા માટે આપવામાં આવે છે.
