સુરત
રાજ્યમાં સ્વાતંત્રતા દિન પૂર્વે અનેક જગ્યાઓએ તિરંગા યાત્રાઓ નીકાળવામાં આવી હતી. લોકોમાં દેશ ભક્તિની, સમર્પણની ભાવના ઉજાગર કરવા આ તિરંગા યાત્રાઓ નીકળી હતી. જેમાં સુરતમાં 15મી ઓગસ્ટના રોજ પાંચ કિલોમીટર લાંબી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્ર ધર્મથી ઉપર બીજો કોઈ ધર્મ નથી એ મેસેજ સમાજને આપવા માટે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી રિયા પાર્ટી મોલથી લઈને મગદલ્લા વાય જંકશન સુધી નીકળી હતી. જેમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લીધો હતો.

આજરોજ એટલે કે 15મી ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યે આ કાર્યક્રમ રિયા પાર્ટી મોલથી શરૂ કરવામાં આવ્યો હતો. વિવિધ સ્કૂલના 500 બાળકો ભાગ લીધો હતો. લાઈવ ડાન્સ, નૃત્ય નાટીકા, ભજવાઈ હતી અને સાથે સાથે લાઈવ ડિજેમાં દેશ ભક્તિના ગીતો વગાડી ઉજવણી કરાવામાં આવી હતી.

રાહુલ અગ્રવાલએ જણાવ્યુ હતું કે, સર્વ ધર્મ સંભાવ અને રાષ્ટ્ર ધર્મથી કોઈ ધર્મ ઊંચો નથી તે મસેજ લોકો સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

2 હજારથી વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ સાથે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ગુજરાતી, મારવાડી સહિત તમામ ધર્મના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ફ્લેગ 1500 લોકો પકડીને ચાલ્યાહતા. જ્યારે 80 સંસ્થા જોડાય હતી.એકતાનો વિવિધતામાં એકતાનો સંદેશો આપ્યો હતો.
