શિવરાજ સિંહની સરકારને મધ્યપ્રદેશની વિધાનસભાની ચુંટણી પહેલાં જ એક જટકો લાગ્યો છે. કેબીનેટ મંત્રી સુરેન્દ્ર પટવાને બેંક ઓફ બરોડાએ ડિફોલ્ટર ઘોષિત કરી દીધા છે. બેન્કે સમાચારપત્ર મારફતે આ વાત જાહેર કરી હતી.
સુરેન્દ્ર પટવા મધ્યપ્રદેશ રાજ્ય સરકારમાં સંસ્કૃતિ મંત્રી છે. બેંક ઓફ બરોડાએ આ વાતની એમને માહિતી આપી હતી પરંતુ એમનાં સુધી આ વાત પહોંચી શકી ન હતી. ત્યારબાદ બેંકે આ વાતને સમાચારપત્રોમાં છાપી દીધી હતી. હવે એક કેબીનેટ મંત્રીની આ રીતે સમાચારપત્રમાં ખબર આવવી એ ચુંટણીના પરિણામને અસર કરી શકે છે એ સ્વાભાવિક વાત છે.
શિવરાજ સરકારનાં આ મંત્રી સુરેન્દ્ર પટવા મધ્ય પ્રદેશ રાજ્યમાં ભોજપુર વિધાનસભાનાં વિધાયક છે. હવે તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હાલ રાજ્યમાં જન આશીર્વાદ યાત્રા કાઢી રહ્યા છે. શિવરાજ આ પહેલાં પણ ચુંટણીના સમય દરમ્યાન આ પ્રકારની યાત્રા કાઢતાં રહ્યાં છે.
મધ્ય પ્રદેશની વિધાનસભામાં કુલ 230 સીટો છે અને બહુમતી મેળવવા માટે પાર્ટીએ ઓછામાં ઓછી 116 સીટો પર જીત મેળવવી પડે. મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં પાછલાં 15 વર્ષોથી બીજેપીની સરકાર છે.
