Not Set/ વાજપેયીનો નશ્વરદેહ BJP હેડક્વાર્ટરમાં, PM મોદી સહીત લાખો લોકો હાજર, ભૂટાનના રાજા અટલ બિહારી વાજપેયીના અંતિમ દર્શન માટે દિલ્હી પહોંચ્યા

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાયીના નિધન બાદ દેશભરમાં શોકની લાગણી ફેલાઈ છે ત્યારે સરકાર દ્વારા સાત દિવસ સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તો કેટલાક રાજ્યોમાં શાળા કોલજો અને સરકારી કચેરીઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારે આજે રજા જાહેર કરી છે. તો તે સાત રાજ્યો,દિલ્હી, યુ.પી, મધ્યપ્રદેશ, પંજાબ સહિત અટલજીના […]

Top Stories Gujarat India Trending

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાયીના નિધન બાદ દેશભરમાં શોકની લાગણી ફેલાઈ છે ત્યારે સરકાર દ્વારા સાત દિવસ સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તો કેટલાક રાજ્યોમાં શાળા કોલજો અને સરકારી કચેરીઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે.

ગુજરાત સરકારે આજે રજા જાહેર કરી છે. તો તે સાત રાજ્યો,દિલ્હી, યુ.પી, મધ્યપ્રદેશ, પંજાબ સહિત અટલજીના અવસાનમાં રજા જાહેર કરી છે. દેશ વિદેશમાં રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

ભૂટાનના રાજા જીગ્મે ખેસર નામયેલ વાંગચૂક પણ અટલ બિહારી વાજપેયીના અંતિમ દર્શન માટે દિલ્હી પહોંચ્યા છે. તે  પૂર્વ પીએમના અંતિમ સંસ્કારમાં શામેલ થશે.

દિલ્હીના ચીફ મિનિસ્ટર અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીઆ અને આપના એમપી સંજયસિંહે અટલ બિહારી વાજપેયીના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

BJPના એમપી હેમા માલિનીએ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પણ વાજપેયીજીને શ્રદ્ધા શુમન અર્પણ કર્યા.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

વાજપેયીનો નશ્વરદેહ BJP હેડક્વાર્ટર લવાયો, PM મોદી સહીત લાખો લોકો હાજર

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ અને ભાજપ મહાસચિવ રામ માધવે આપી શ્રદ્ધાંજલિ.

વાજપેયીજીનો પશ્નર દેશ તેમના નિવાસસ્થાનેની નિકળી ભાજપના મુખ્યાલય તરફ જવા રવાના થઈ ચુક્યો છે અને હાલ કાફલો અકબર રોડ પરથી પસાર થઈ રહ્યો છે.

ભાજપ હેડક્વાર્ટર પર લાખોની સંખ્યામાં લોકો હાજર, વાજપેયીનો ઈંતજાર.

ત્રણેય સેનાઓની માફક એક સંયુક્ત ટુકડી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેય્હીના નશ્વરદેહની સાથો સાથ ભાજપ કાર્યાલય તરફ ચાલી રહી છે.