Not Set/ પ્રિયંકા પર હજુ પણ સગાઇનો નશો સવાર, એન્ગેજમેન્ટ રીંગ થઇ ગઇ ટ્રોલ

મુંબઇ એવું લાગી રહ્યું છે કે, એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના મનમાંથી હજુ સુધી તેના એંગેજમેંટ રિંગનો નશો ઉતર્યો નથી. સોશિયલ મીડિયા પર પ્રિયંકાનો એક ફોટા ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે રિંગ શેપ બલૂનને તેની આંગળી પર રાખેલ છે તેમ જોવા મળી રહી છે. તેની આ તસ્વીર જોઇને તેની ખીલ્લી પણ ઉડાવવામાં આવી રહી છે. આપને […]

Trending Entertainment

મુંબઇ

એવું લાગી રહ્યું છે કે, એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના મનમાંથી હજુ સુધી તેના એંગેજમેંટ રિંગનો નશો ઉતર્યો નથી. સોશિયલ મીડિયા પર પ્રિયંકાનો એક ફોટા ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે રિંગ શેપ બલૂનને તેની આંગળી પર રાખેલ છે તેમ જોવા મળી રહી છે. તેની આ તસ્વીર જોઇને તેની ખીલ્લી પણ ઉડાવવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે, ગોલ્ડન અને સફેદ કલરના આ બલૂનના સાથે તેની આ ફોટો ક્યારનો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે, તેની આ તસ્વીર તેની સગાઇના સમય લેવામાં આવી છે. 

https://instagram.com/p/BmtWt_7nq0Q/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

આપને જાણ હશે કે પ્રિયંકા અને નિક જોનસે તેમના રીલેશને નવું પરિણામ આપી દીધું છે. બંનેની મુંબઈમાં પંજાબી રીતિ રીવાજોથી સગાઇ પણ કરવામાં આવી છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર તેના રોકા સેરેમનીના ફોટા શેર કરીને તેના નિક સાથેના રીલેશનની જાહેરાત કરી હતી.

પ્રિયંકા તાજેતરમાં જ તેના પરિવાર અને નિક સાથે મુંબઈના સેન્ટ કેથરીન અનાથ આશ્રમ પહોંચી હતી અને પ્રિયંકાએ ત્યાંનો એક વીડીયો પણ શેર કર્યો છે. અને કેપ્શનમાં લખ્યું હતું કે, ધન્યવાદ @નિક જોનસ અને અમારા પરિવારજનો પણ આભાર. સેંટ કેથરીન અનાથ આશ્રમની સિસ્ટર્સ અને બધી જ છોકરીઓને અમારા પર આટલો પ્યાર વરસાવવા બદલ ધન્યવાદ, હું ફરી એકવાર તમને મળવા માટે આવીશ.