Not Set/ ના હોય, હોસ્પિટલમાં કામ કરતી 16 નર્સો એક સાથે ગર્ભવતી થઇ 

વોશિંગ્ટન અમેરીકાના મિસા સ્થિત ડેઝર્ટ મેડિકલ સેન્ટરના આઈસીયુમાં 16 નર્સ એક સાથે કામ કરે છે. અહીં એક અજીબો ગરીબ સંયોગ સર્જાયો હતો. હોસ્પિટલમાં ઈંટેસિવ કેર યુનિટમાં કામ કરતી 16 નર્સો એકસાથે ગર્ભવતી બની છે. આ નર્સોને એ વાતની ખબર ત્યારે પડી જ્યારે તેમણે એક ફેસબુક ગ્રુપ બનાવ્યુ. આ તમામ નર્સોની ડિલીવરી ડેટ ઓક્ટોબરથી આગામી વર્ષે […]

World

વોશિંગ્ટન

અમેરીકાના મિસા સ્થિત ડેઝર્ટ મેડિકલ સેન્ટરના આઈસીયુમાં 16 નર્સ એક સાથે કામ કરે છે. અહીં એક અજીબો ગરીબ સંયોગ સર્જાયો હતો. હોસ્પિટલમાં ઈંટેસિવ કેર યુનિટમાં કામ કરતી 16 નર્સો એકસાથે ગર્ભવતી બની છે. આ નર્સોને એ વાતની ખબર ત્યારે પડી જ્યારે તેમણે એક ફેસબુક ગ્રુપ બનાવ્યુ. આ તમામ નર્સોની ડિલીવરી ડેટ ઓક્ટોબરથી આગામી વર્ષે જાન્યુઆરી વચ્ચેની છે. બેનર ડેજર્સ મેડિકલ સેંટરમાં કામ કરતી આ નર્સોમાંથી એક રોશેલ શેરમનનું કહેવુ છે કે, મને નથી લાગતુ કે ફેસબુક ગ્રુપ બનાવતા પહેલા અમને એ ખબર હતી કે અમારામાંથી કેટલી નર્સ ગર્ભવતી છે.

જ્યારે નર્સ જોલેન ગૈરોએ મજાકીયા અંદાજમાં જણાવ્યુ કે, અમે આ પ્લાન રજા માણવા માટે બનાવ્યો છે. તો બીજીબાજુ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યુ કે, જ્યારે આ નર્સ મેટરનીટી લીવ પર જશે, તે સમયગાળા માટે અલગથી સ્ટાફની વ્યવસ્થા કરી લેવામાં આવી છે, જેથી સારવાર લઈ રહેલ દર્દીઓ કે નવી ઓપીડીમાં તકલીફ ન પડે. નર્સોએ જણાવ્યુ કે, ખાણી-પીણી માટે તે હોસ્પિટલના કૈફેટેરીયા પર નિર્ભર છે, જ્યાં તેમના માટે અથાણા પણ રાખવામાં આવ્યા છે.

આ અહેવાલ સામે આવ્યા બાદ સૌ કોઈ આશ્ચર્ય પામી રહ્યા છે. જોકે પહેલા તો આ અહેવાલ સામે આવ્યા બાદ ખૂદ હોસ્પિટલ મેનેજમેન્ટ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયુ હતું. જોકે તેમણે મેટરનીટી લીવ દરમિયાન વૈકલ્પિક ધોરણે અન્ય સ્ટાફ હાયર કરવાનો નિર્ણય લીધો છે.