પેરિસમાં યેલો વેસ્ટ પ્રદર્શને ઘણું હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ૧૭૦૦થી પણ વધુ પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી છે.
ગૃહ મંત્રાલય દ્વારા આ સમાચાર રવિવારે આપવામાં આવ્યા હતા.
મોંઘવારીના લીધે ફ્રાન્સમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ફ્રાંસના રાષ્ટ્રપતિ એમૈનુએલ મૈક્રો વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે ૧૭૨૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.શનિવારે પેરિસમાં ૧૦૮૨ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી. આ પ્રદર્શનમાં આશરે ૧,૩૬,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો.
પેરિસમાં આ પ્રદર્શન ઘણું હિંસક રહ્યું હતું. પ્રદર્શનકારીઓએ ઠેર-ઠેર કારમાં આગ લગાડી દીધી હતી અને કાચ તોડી દીધા હતા.
આ પ્રદર્શનના લીધે ઘણું નુકશાન પણ થયું છે. પ્રદર્શનકારીઓ નારો લગાવી રહ્યા હતા કે મૈક્રો રાજીનામું આપી દે.
