Not Set/ ઈંગ્લેંડ સામેની અંતિમ બે ટેસ્ટ માટે આ બે યુવા પ્લેયરની થઇ એન્ટ્રી, વિજય-કુલદીપની કરાઈ હકાલપટ્ટી

નોટિંઘમ, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ ગુમાવ્યા બાદ ત્રીજી મેચમાં ભરતીય ટીમે યજમાન ટીમ ૨૦૩ રને શાનદાર જીત મેળવી હતી, ત્યારે હવે બાકી રહેલી બે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવી છે. ઈંગ્લેંડ સામે રમાનારી અંતિમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ભારતની અન્ડર – ૧૯ ટીમના કેપ્ટન રહી […]

Trending Sports

નોટિંઘમ,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ ગુમાવ્યા બાદ ત્રીજી મેચમાં ભરતીય ટીમે યજમાન ટીમ ૨૦૩ રને શાનદાર જીત મેળવી હતી, ત્યારે હવે બાકી રહેલી બે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવી છે.

ઈંગ્લેંડ સામે રમાનારી અંતિમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ભારતની અન્ડર – ૧૯ ટીમના કેપ્ટન રહી ચુકેલા પૃથ્વી શો અને હનુમા વિહારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહેલા ઓપનર બેટ્સમેન મુરલી વિજય અને ચાઈનામેન સ્પીન બોલર કુલદીપ યાદવની હકાલપટ્ટી કરાઈ છે.

૧૯ વર્ષના સ્ટાર ખેલાડી પૃથ્વી શો અને ૨૪ વર્ષીય હનુમા વિહારીનો સાઉથમ્પટન અને ઓવલ ટેસ્ટમાં ડેબ્યુ કરવાનો મૌકો મળી શકે છે.

 અન્ડર – ૧૯ ટીમના કેપ્ટન રહી ચુકેલા પૃથ્વી શોને ઇન્ડિયા – A ટીમમાં કરેલા શાનદાર પ્રદર્શનની ઇનામ ઈંગ્લેંડમાં રમાઈ રહેલી સિનિયર ટીમમાં જગ્યા મળી છે. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં શોએ ૫૬.૭૨ના એવરેજથી રન બનાવ્યા છે, જેમાં ૭ સદી અને ૫ અડધી સદી ફટકારી છે.

આ ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝ સામેની ૧૮૮ રનની ઇનિંગ્સ તેમજ ઈંગ્લેંડ લાયન્સ વિરુષ ૬૨ રન અને દક્ષિણ આફ્રિકા વિરુધ ૧૩૬ રનની ઇનિંગ્સ રમી હતી.

દુલીપ ટ્રોફીમાં સદી ફટકારી તોડ્યો સચિનનો રેકોર્ડ

ઈંગ્લેંડ સામેની અંતિમ બે ટેસ્ટમાં પસંદ કરાયેલા પૃથ્વી શોની પ્રતિભાનું અંદાજ એ પરથી લગાવી શકાય છે, જ્યાં તેઓએ પોતાની પ્રથમ રણજી મેચમાં જ સદી ફટકારી હતી, તેમજ દુલીપ ટ્રોફીમાં પણ સદી ફટકારી પૃથ્વી શોએ ટીમ ઇન્ડીયાના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.