અમારા જીવનમાં કેટલાક મિત્રો એવા હોઈ છે કે જે આપણે આપણા હૃદય નું બધું શેર કરીએ છીએ. ખાસ કરીને સ્ત્રીઓ તેમના જીવન ને લઇ ને બધી વાતો તેમના મિત્રો ને કહયા વગર તો રહેતીજ નથી. મહિલા નો સૌથી પ્રિય વિષયો તેના પતિ અને બોયફ્રેન્ડ છે. ઘણીવાર જોવામાં આવે છે કે મજાકમાં, સ્ત્રીઓ તેમના પતિ ની વાતો એવી ખુલી ને કરી દે છે કે, જે પાછળથી તેઓના દિલને પસ્તાવો થાય છે. આવો જાણીયે કે પતિ ના એવા સિક્રેટ્સ જે તમારે ક્યારેય શેર ના કરવા જોઈએ, નહીતો તમારે પાછળ થી પસ્તાવું પડશે.

તો ઘણીવાર જોવામાં આવે છે કે જયારે તમારી સાથે તમારા પતિ ને લડાઈ થતી હોય છે ત્યાર પછી પત્ની પોતાના પરિવારજનોની સામે બધી વાતો ને લઈને બેઠી રહે છે. તે સમયે, તેમને આશ્વાસન મળે છે, પરંતુ તેમના લગ્ન જીવન પર અસર પડવાની શરૂઆત થાય છે.

તમારા કોઇપણ મિત્રો સાથે તમારા પતિના પગારને ક્યારેય શેર કરશો નહીં. તે આજે પણ, એક વ્યક્તિની સ્થિતિ તેના વેતન અને મિલકત દ્વારા નક્કી થાય છે.

જો તમારા પતિ ને કંઈક વાતો થી ડર લાગતો હોઈ તો પછી તમારે કોઈની સાથે શેર ન કરવો જોઈએ. એવું થઈ શકે છે કે લોકો તેને મજાક કરવાનું શરૂ કરી દે છે અથવા કોઈક સમયે તેનો ફાયદો ઉઠાવી શકે છે. તેવી જ રીતે, તમારા સાથી ની કોઈ બીમારી વિશે અન્ય લોકો ને ડિસ્કસ નહીં કરો, અન્યથા લોકો તેમનાથી દૂર રહેવા નું શરૂ કરશે અને આ તમારા પતિની સમસ્યાઓ વધારી શકે છે.
