આવતા મહિને 17 થી 19 સપ્ટેમ્બર સુધી આરએસએસ ના થનારા કાર્યક્રમમાં રાહુલ ગાંધીને પણ આમંત્રણ મોકલવામાં આવે એવી ખબર છે. આ ખબરો વચ્ચે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે એ રાહુલ ગાંધીને કહ્યું છે કે આરએસએસ એક ઝેર છે. આ બધા જાણે છે. જો આપને ખબર છે કે આ ઝેર છે, તો એને ચાખવાની જરૂર નથી, કારણ કે ઝેર ચાખવાનું પરિણામ બધાને ખબર જ છે.
ખડગે એ કહ્યું કે આરએસએસ પોતાની વિચારધારા ફેલાવવા માંગે છે. એમાં અમે ભાગીદાર શું કામ બનીએ. આખરે આ ભાગલા પાડવાવાળી અને સંવિધાનની જગ્યાએ મનુ સ્મૃતિને માનવાવાળી વિચારધારા છે. ખડગે એ કહ્યું કે રાહુલ ગાંધી અથવા પાર્ટીના કોઈ અન્ય નેતાના સંઘ ના કાર્યક્રમમાં ભાગ લેવાનો કોઈ સવાલ જ નથી.
Senior Congress leaders in core group meeting have advised Rahul Gandhi to not accept RSS program invitation: Sources pic.twitter.com/dHMbNWf2UE
— ANI (@ANI) August 30, 2018
આરએસએસ આવતા મહિને ભવિષ્યનું ભારત કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે. આમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આમંત્રણ મળવાની ખબરો છે. રાહુલને આરએસએસના આમંત્રણ પર ખડગે એ કહ્યું કે કોંગ્રેસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે વૈચારિક લડાઈમાં લાગેલી છે. અને પાર્ટીએ ભાજપને સત્તાથી દૂર રાખવા મુખ્યમંત્રી પદ પણ જતું કર્યું હતું.

ખડગે એ કહ્યું કે કર્ણાટકમાં એક ક્ષેત્રીય પાર્ટી પાસે 37 ધારાસભ્ય છે, અને અમારી પાસે 80 ધારાસભ્ય છે. પરંતુ અમે ધર્મનિરપેક્ષ તાકાતોને મજબૂત કરવા માટે, એ પાર્ટી માટે મુખ્યમંત્રી પદ જતું કર્યું. એટલા માટે આરએસએસ મુખ્યાલય જવાનો કોઈ સવાલ જ પેદા નથી થતો. એમણે આરએસએસની વિચારધારાને દેશ, દલિતો અને અન્ય ઉત્પીડિત વર્ગો માટે ઝેર હોવાનું જણાવ્યું.
