Not Set/ મજાક મજાકમાં ગયો હોલીવુડ સ્ટારનો જીવ, પોલીસે આ કારણથી મારી ગોળી

મુંબઈ જાણીતી હોલીવુડ એક્ટ્રેસ વનીસા માર્કેઝ દ્રારા રમકડાની બંદૂક બતાવ્યા પછી દક્ષિણ કેલિફોર્નિયામાં પોલીસે તેને ગોળી મારી દીધી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુબજ, પોલીસે ગુરુવારે પુછપરછ માટે વનીસા સાઉથ પાસાડે સ્થિત ઘર પર આવી હતી. જ્યાં પોલીસ અને વનીસા વચ્ચે આશરે 1.5 કલાક સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન વનીસાએ તેની રમકડાની બંદૂક કાઢીને પોલીસ […]

Entertainment

મુંબઈ

જાણીતી હોલીવુડ એક્ટ્રેસ વનીસા માર્કેઝ દ્રારા રમકડાની બંદૂક બતાવ્યા પછી દક્ષિણ કેલિફોર્નિયામાં પોલીસે તેને ગોળી મારી દીધી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુબજ, પોલીસે ગુરુવારે પુછપરછ માટે વનીસા સાઉથ પાસાડે સ્થિત ઘર પર આવી હતી. જ્યાં પોલીસ અને વનીસા વચ્ચે આશરે 1.5 કલાક સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન વનીસાએ તેની રમકડાની બંદૂક કાઢીને પોલીસ પર લગાવી હતી, જો કે ત્યારબાદ થોડા સમય બાદ પોલીસે વનીસાને શૂટ કરી દીધી હતી.

જો કે ગોળી માર્યા પછી પોલીસને જાણ થઇ કે, વનીસાના હાથમાં જે બંદૂક હતી તે રિયલમાં એક ટોય ગન હતી. તમને જણાવીએ કે,વનાસી વર્ષ 2005થી બીમાર હતી. તેને હાય ડિપ્રેશનની સમસ્યા હતી અને પછી તેને ઓસીડી અને શોપિંગ એડીક્શન પણ થઇ ગયું હતું. આ વાતનો ખુલાસો વનાસીએ વર્ષ 2005માં આવેલ એક ટીવી સીરીઝની વાતચીતમાં કર્યો હતો.

એવું માનવામાં આવી રહ્યું છે કે, આ શો પછી તે તેની માનસિક સમસ્યાઓથી દૂર થઇ શકશે, પરંતુ એ શક્ય બન્યું ન હતું. મળતી માહિતી પ્રમાણે, એક પાડોશીએ જ પોલીસને આ માહિતી આપી હતી કે, વનાસીની માનસિક હાલત પહેલા કરતા વધુ ખરાબ થઇ ગઈ છ

હોલીવુડની આ અભિનેત્રીના વર્ક અંગે વિશે વાત કરીએ તો, વનાસીએ ઘણા શોમાં કામ કર્યું હતું. સૌથી પહેલા વર્ષ 1988માં આવેલ ટીચર ડ્રામા ફિલ્મ “સ્ટેંડ એન્ડ ડેલિવર”માં જોવા મળી હતી. આ સિવાય તે વર્ષ 1994થી 1997 સુધી પ્રખ્યાત ટીવી સીરીયલ ઈઆરનો ભાગ રહી હતી.