Not Set/ જામનગર: 50 લાખની કિંમતના ચરસ સાથે એક આરોપી ઝડપાયો

જામનગર, જામનગર 50 લાખની કિંમતનો ચરસ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. પાંચ કિલો નશીલા પદાર્થ સાથે એક આરોપી ઝડપાયો હતો. શહેરનાં સુભાષ શાક માર્કેટ વિસ્તારમાંથી નશાના વેપારીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે એનડીપીએસ ધારા હેઠળ આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. જામનગર પંથકમાં નશાના કારોબારનું મોટુ રેકેટ ઝડપી પાડ્યું છે. એનસીબી અને તેમજ જામનગર […]

Gujarat Trending

જામનગર,

જામનગર 50 લાખની કિંમતનો ચરસ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. પાંચ કિલો નશીલા પદાર્થ સાથે એક આરોપી ઝડપાયો હતો. શહેરનાં સુભાષ શાક માર્કેટ વિસ્તારમાંથી નશાના વેપારીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે એનડીપીએસ ધારા હેઠળ આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. જામનગર પંથકમાં નશાના કારોબારનું મોટુ રેકેટ ઝડપી પાડ્યું છે. એનસીબી અને તેમજ જામનગર એલસીબીએ ઓપરેશન હાથ ધર્યુ હતું..