નવી દિલ્લી
નૈનીતાલ હાઇકોર્ટે હરિદ્વારમાં પ્રસિદ્ધ સ્થળ હર કી પૌરી ની સાફસફાઈ અને વ્યવસ્થાને લઈને કડક વલણ અપનાવી રહ્યું છે. નૈનીતાલની કોર્ટે તીર્થ નગરી હરિદ્વારમાં મહિલાઓ માટે અલગ ચેન્જીંગ રૂમ અને શૌચાલયનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે કહ્યું છે કે દર ત્રણ કલાકે ઘાટમાં સફાઈ કરવામાં આવશે અને તેની વિડીયોગ્રાફી પણ ઉતારવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહીનું ધ્યાન રાખવા માટે કોર્ટે ૨ ન્યાયમિત્રને નિયુક્ત કર્યા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે નૈનીતાલ કોર્ટે નગર નિગમ હરિદ્વારને પોતાનો આદેશ આપતા કહ્યું છે કે હર કી પૌરી પર મહિલા શ્રધ્ધાળુઓ માટે ૨૫-૨૫ કપડા બદલવા માટે અલગ રૂમ અને શૌચાલય બનાવવામાં આવશે તેની સાથે જ મોડર્ન કચરાપેટી પણ મુકવામાં આવશે.

કોર્ટે જણાવ્યું છે કે હર કી પૌરી એ પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે. અહી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આસ્થા સમજીને ડૂબકી લગાવે છે. ઘાટના દુષિત પાણીમાં ડૂબકી લાગવાથી સવાસ્થ્ય ખરાબ થઇ શકે છે આથી ઘાટની સફાઈ પ્રત્યે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. દર ત્રણ કલાકે ધાટમાં સાફ સફાઈ અને સાથે તેનું વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે જેથી સફાઈની કાર્યવાહી કોર્ટના ધ્યાનમાં રહે. આ કામ માટે કોર્ટે ન્યાયમિત્રને રાખ્યા છે જે આ સ્થળનું મોનીટરીંગ કરીને કોર્ટને રીપોર્ટ આપશે.
મળતી માહિતી મુજબ કોર્ટના ન્યાયમિત્ર ૮ સપ્ટેમ્બરના રોજ હર કી પૌરીનું અવલોકન કરશે અને કોર્ટને આ સ્થળની હાલત વિશે પરિચિત કરશે.
