Not Set/ હાર્દિક પટેલ મુદ્દે ખોડલધામ અને ઉમિયાધામ આગેવાનો વચ્ચે ડખો

અમદાવાદમાં છેલ્લા 14 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને, હાલ, માંડવડની સોલા સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવી રહ્યા છે. જ્યાં તેમની તબિયતની સારવાર કરવામાં આવશે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાર્દિક માટે ખાસ MICU વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ ડોક્ટરની એક ટીમ પણ ખડેપગે છે. બીજી બાજુ  સોલા સિવિલ બહાર એસઓજીની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. હમણાં […]

Top Stories Gujarat

અમદાવાદમાં છેલ્લા 14 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને, હાલ, માંડવડની સોલા સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવી રહ્યા છે. જ્યાં તેમની તબિયતની સારવાર કરવામાં આવશે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાર્દિક માટે ખાસ MICU વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ ડોક્ટરની એક ટીમ પણ ખડેપગે છે. બીજી બાજુ  સોલા સિવિલ બહાર એસઓજીની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

હમણાં જ મળતી ખબરો મુજબ હાર્દિકની માંગોને સરકાર સમક્ષ મુકવા બાબતે ખોડલધામ અને ઉમિયાધામ વચ્ચે ડખો થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. સીદસર ઉમિયાધામના આગેવાનો હાર્દિક દ્વારા કરાયેલા અપમાનના કારણે નારાજ હોવાની ખબરો મળી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને ધાર્મિક સંસ્થા ઓના આગેવાનો સાથે મળીને સરકાર સમક્ષ રજુઆત કરવા માટે રાજી નથી.

હાલ, હાર્દિકની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જણાવી દઈએ કે પાસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે નરેશ પટેલ સાથેની મુલાકાત બાદ હાર્દિકની તબિયત લથડી હતી, જેથી તેને સોલા સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે પાસ સમિતિના મનોજ પનારા દ્વારા સી.કે.પટેલને ભાજપના એજન્ટ ગણાવાતા સી.કે.પટેલ નારાજ થયા હતા. અને એમણે પાસ સમિતિ પર સમાજનું વાતાવરણ ડહોળવાનો આરોપ લગાવ્યો હતો.