ગરમી અને વરસાદના દિવસોમાં ચહેરાનું તેજ ખરાબ થઇ જાય છે. કુદરતી નિખારને પાછુ લાવવા માટે લોકો અવનવા નુસ્ખા અપનાવતા હોય છે. આજે બજારોમાં જે કેમિકલવાળા પ્રોડક્ટ મળી રહ્યા છે તેના લીધે સ્કીનને નુકશાન પહોચી શકે છે. નુકશાન પહોચ્યા પછી પણ ચહેરાની રોનક પાછી નથી આવતી. કેમિકલ પ્રોડક્ટને બદલે અમે તમારા માટે એક કુદરતી ઉપચાર લાવ્યા છીએ.

આ ઉપાય તમારા બજેટમાં આવે તેવો છે. ખાટી આમલીનો ઉપયોગ તો તમે રસોઈમાં કરતા જ હશો પરંતુ તમને કદાચ નહિ ખબર હોય કે આ આમલીથી ત્વચાનું ખોવાયેલું તેજ પાછુ લાવી શકાય છે. આમલીમાં હાઇડ્રોકસી એસિડ રહેલા હોય છે.

આ એસિડ ડેડ સેલ્સને હટાવીને ચહેરાને નવો નિખાર આપે છે. એટલું જ નહિ પરંતુ ચહેરાની કરચલીઓ પણ ગાયબ થઇ જાય છે. ઉપરાંત તેમાં રહેલું એન્ટીઓક્સીડન્ટ સૂર્યના કિરણોથી રક્ષણ કરે છે.

આમલી અને ચણાના લોટનો ઉપયોગ કરવાથી ચહેરા પર ગ્લો આવે છે. ચણાનો લોટ કુદરતી રીતે મોશ્ચ્રાઇઝરનું કામ કરે છે.
આ રીતે બનાવો ફેસ પેક

ફેસ પેક બનાવવા માટે એક ચમચો લોટ અને બે ચમચા આમલીનું મિશ્રણ તૈયાર કરો. આ પેસ્ટને ફેસ પર લગાવી શકાય એટલું ઘાટું રાખો. ૧ મિનીટ માટે આ પેકને ચહેરા પર લગાવો ત્યારબાદ હળવા હાથથી મસાજ કરો. આ પેક સુકાઈ જાય એટલે ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો. આ ફેસ પેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં એક વખત કરી શકો છો.
