વોશિંગ્ટન
અંતરિક્ષ એજન્સી નાસાના ઉપગ્રહ ક્યુરોસિટી રોવરે ( માર્સ સાયન્સ લેબોરેટરી ) મંગલ ગ્રહનો અદ્ભુત નજરો કેમેરામાં કેદ કરીને ધરતી પર મોકલ્યો છે. આ ફોટામાં લાલ ગ્રહનો આ મંગલ પર ધૂળના તોફાન પછીનું લાલ-ભૂરા રંગનું આકાશ જોઈ શકાય છે. આ ફોટા ક્યુરોસિટી રોવરના માસ્ટ કેમેરા દ્વારા લેવામાં આવી છે. જેમાં કેમેરાની ઉપર પાતળી ધૂળનું દ્રશ્ય પણ જોઈ શકાય છે.
એટલું જ નહિ પણ નાસા દ્વારા આ દ્રશ્યનો ૩૬૦ ડીગ્રીનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે.
નાસાના જણાવ્યા પ્રમાણે રોવરે ૯ ઓગસ્ટના રોજ મંગળ ગ્રહની આજુબાજુના વિસ્તારનો અભ્યાસ કરવા માટે કેટલાક પથ્થરના નમુના લીધા હતા. આ ગ્રહની ચટ્ટાન ઘણી કઠોર હોવાથી બે વખત ડ્રીલ કર્યા પછી પણ નમુના લેવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ રોવરે આ વર્ષે ડ્રીલ કરવાની નવી ટેકનીક અપનાવી હતી. પણ મંગળ ગ્રહની ચટ્ટાનની કઠોરતા માપવા માટેનો કોઈ ઉપાય નથી. ડ્રીલ કર્યા પછી જ કઠોરતાનું અનુમાન લગાવી શકાય છે. આ કારણોસર રોવરની ટીમે નવી ડ્રીલીંગની ટેકનીક અપનાવી હતી.
કેલિફોર્નિયાના પાસાડેનામાં નાસાની જેટ પ્રોપલ્શન લૅબોરેટરીના ક્યુરિયોસિટીના પ્રોજેક્ટ વૈજ્ઞાનિક, અશ્વિન વસાવડાના જણાવ્યા મુજબ, વેરા રૂબીન રીજની બનાવટ અને રંગમાં ઘણી વિવિધતા છે આથી રોવરની ટીમે સૌથી પહેલા ડ્રીલીંગ માટે આ ટેકનીકને અપનાવી હતી. વેરા રૂબીન રીજએ લોકેશન નામ છે.
તમને જણાવી દઈએ કે આ સપ્ટેમ્બર મહિનામાં રિજ વિસ્તારમાં જ બીજા ૨ સેમ્પલ પણ લેવામાં આવશે જે મંગળ ગ્રહના અભ્યાસ માટે મદદરૂપ થશે.
