છેલ્લા 17 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે, કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપતા ટ્વિટ કર્યું છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારા બાબતે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને દેશના વિવિધ 21 પક્ષોનું સમર્થન મળ્યું છે.
https://twitter.com/HardikPatel_/status/1039025466332590081
હાર્દિક પટેલે ભારત બંધને સમર્થન આપતા ટ્વિટ કર્યું કે લોકોની પીડાથી અજાણ, આત્મમૂગ્ધ મોદી સરકારને જગાડવા માટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.
સોમવારે, ઉપવાસના 17માં દિવસે પણ હાર્દિકે અડગતાથી આમરણાંત ઉપવાસ ચાલુ રાખ્યા છે. શનિવારે એસજીવીપી હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ હાર્દિક ફરી ગ્રીનવુડ રિસોર્ટ ખાતે ઉપવાસ પર બેસી ગયો હતો. હાર્દિક પોતાની ત્રણ માંગો પાટીદાર અનામત, ખેડૂતોનું દેવું માફી અને અલ્પેશ કથિરિયાને જેલમુક્તિ પર અડગ છે.
