Not Set/ દારૂ વેચાણ સામે પોલીસની કાર્યવાહી, એક હજાર લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો

જામનગર, જામનગરમાં વધતાં જતાં દેશી દારૂ ના વેંચાણને લઈને પોલીસને વ્યાપક ફરિયાદો મળી હતી. જેને લઈને રેન્જ આઈ.જી. ની સૂચના થી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ શહેર માં જુદી જુદી ટીમો બનાવી દેશી દારૂના ધંધાર્થીઓને ત્યાં પોલીસે રેડ કરી હતી. જેમાં પોલીસ ને અંદાજે એક હજાર લિટર દેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો અને […]

Gujarat Trending

જામનગર,

જામનગરમાં વધતાં જતાં દેશી દારૂ ના વેંચાણને લઈને પોલીસને વ્યાપક ફરિયાદો મળી હતી. જેને લઈને રેન્જ આઈ.જી. ની સૂચના થી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ શહેર માં જુદી જુદી ટીમો બનાવી દેશી દારૂના ધંધાર્થીઓને ત્યાં પોલીસે રેડ કરી હતી.

જેમાં પોલીસ ને અંદાજે એક હજાર લિટર દેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો અને આ જથ્થાનો ઝડપી સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો.

જો કે મહત્વ ની વાત તો એ છે કે પોલીસની દેશી દારૂની આ મેગા ઝુંબેશ માં એક પણ બુલેટગર પોલીસના હાથે આવ્યો ન હતો.

આ મામલે  ડીવાયએસપી એ મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, પોલીસની આ મેગા ઝુંબેશ યથાવત રહેશે અને જે કોઈ પણ દેશી દારૂનો ધંધાર્થી હશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.