Ahmedabad News/ ટુ વ્હિલરની ડેકીમાંથી એટીએમ કાર્ડ ચોરી તેના વડે પૈસા ઉઠાવી લેતા શખ્સની ધરપકડ

નિકોલ પોલીસે રૂ.58,000 ના મુદ્દ્માલ સાથે આરોપીને ઝડપી લીધો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટુ વ્હિલર ગાડીની ડેકી તોડીને અંદરથી પર્સ, મોબાઈલ અને ATM કાર્ડ ચોરી બાદમાં ATM માંથી પૈસા ઉપાડી લેતા શખ્સની નિરોલ પોલીસે ધરપકડ કરી છે.આ બનાવમાં નિકોલ પોલીસે જમાલપુરમાં કાછીયા શેરી મોટી પોળમાં આરઝુ એપાર્ટમેન્ટમાં રહેતા મોહંમદ નૌફિલ નુરમોહંમદ મુંડવાવાલીની ધરપકડ કરી હતી.

તેની પાસેથી પોલીસે ચોરીનો રૂ.8,000 ની કિંમતનો મોબાઈલ, એટીએમમાંથી ઉપાડેલા રૂ.10,000 રોકડા, ગુનામાં ઉપયોગમાં લીધેલું એનિએટર સ્કૂટર વહગેરે મળીને રૂ.58,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ સાથે પોલીસે બે વણઉકેલ્યા ગુના શોધી કાઢ્યા હતા.

અગાઉ તેની સામે ગાયકવાડ હવેલી, વાડજ, વસ્ત્રાપુર, સાબરમતી રિવરફ્રન્ટ, રામોલ, સોલા હાઈકોર્ટ, નિકોલમાં કુલ 8 ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જન્મ મરણના સર્ટિફિકેટ મેળવવા થયા મોંઘા, રાજ્ય સરકારના આદેશ બાદ AMCએ કર્યો નિર્ણય

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે દહેજમાં સરકારના સાહસ, GACLના દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ

આ પણ વાંચો: રાજયમાં GSRTC માં મુસાફરી કરતા મુસાફરોને ખર્ચો વધશે, ST ભાડામાં 10 % સરકારે કર્યો વધારો, લાખો લોકોના ખિસ્સા પર થશે અસર