Gandhinagar News/ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે દહેજમાં સરકારના સાહસ, GACLના દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ

વાર્ષિક 30 હજાર ટન ક્ષમતા ધરાવતો 350 કરોડના ખર્ચે સ્થાપિત પ્લાન્ટ અંદાજે 1 હજાર જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી પૂરી પાડશે. તથા યુરોપ-અમેરિકા-દક્ષિણ એશિયામાં કેમિકલ્સની નિકાસ થશે.

Top Stories Gandhinagar Gujarat
Yogesh Work 2025 03 29T180651.580 CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે દહેજમાં સરકારના સાહસ, GACLના દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ

Gandhinagar News : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડના દહેજ(Dahej)માં સ્થપાયેલા દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું દહેજમાં GACLના સ્થાપના દિવસે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.

ગુજરાત સરકારના આ સાહસ દ્વારા ક્લોરિનનો ઉપયોગ કરીને બેન્ઝાઈલ ક્લોરાઇડ, બેન્ઝાઈલ આલ્કોહોલ અને બેન્ઝાલડિહાઇડ (Benzyl chloride, benzyl alcohol and benzaldehyde) જેવા મૂલ્ય વર્ધિત ક્લોરિન આધારિત ઉત્પાદનો આ નવા પ્લાન્ટમાં કરાશે.

રાજ્યના મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલો આ નવ સ્થાપિત પ્લાન્ટ 350 કરોડના ખર્ચે તૈયાર થયો છે. એટલું જ નહીં, વાર્ષિક 30 હજાર ટનની ક્ષમતા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે 1 હજાર જેટલી રોજગારીનું સર્જન પણ કરશે.  GACLનો આ નવો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ (Chlorotoluene plant) યુરોપ(Europe), અમેરિકા (America) અને દક્ષિણ એશિયા (South Asia)માં આ કેમિકલના એક્સપોર્ટ દ્વારા અંદાજે રૂ.130 કરોડનું વિદેશી હૂંડિયામણ રળી આપશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupebdra Patel) GACLના સ્થાપના દિવસ અવસરે કાર્યરત થઈ રહેલા આ નવા પ્લાન્ટ માટે અને GACLની 50 વર્ષની પ્રગતિમય સફળતા માટે GACL પરિવારને અભિનંદન પાઠવીને પ્રસંશા કરી હતી.

GACLના કાર્યકારી વહીવટી સંચાલક અને મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે (Avantika Singh) મુખ્યમંત્રી (CM)ને આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું કે, રાજ્ય સરકારનું સાહસ GACL 1973થી કાર્યરત છે અને દહેજ (Dahej)માં 02 તથા વડોદરા (Vadodara)માં 01 મળીને કુલ 03 ઉત્પાદન એકમોમાં કોસ્ટિક સોડા સહિત 35 થી વધુ ઉત્પાદનો કરે છે.

GACLએ પાછલા પાંચ (05) દાયકામાં પોતાની ઉત્પાદન ક્ષમતા વધારીને તથા નવા ઉત્પાદનો દ્વારા સતત વિસ્તરણ કર્યું છે. GACL 8 લાખ મેટ્રિક ટનથી વધુ કોસ્ટિક સોડા (Caustic soda)ના વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે તથા સોડિયમ ક્લોરેટ અને હાઈડ્રેઝિન હાઈડ્રેટનું ભારતમાં એકમાત્ર ઉત્પાદન એકમનું ગૌરવ ધરાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhuendra Patel) દહેજ ખાતેના GACLના નવા પ્લાન્ટનું આ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું તે અવસરે મુખ્ય સચિવ પંકજ જોષી (Pankaj Joshi), મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠૌર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ(Manojkumar Das), જી.આઈ.ડી.સી.ના એમ.ડી. પ્રવિણા ડી.કે. (Pravina D.K.) તથા GACLના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિકાસની વાતો નહીં પરંતુ નક્કર અને વાસ્તવિક વિકાસના મંત્ર સાથે વિકસિત ભારત ૨૦૪૭ને ચરિતાર્થ કરવા ગુજરાતે કમર કસી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટીયરિંગ કમિટીની કરાઈ રચના

આ પણ વાંચો: લોકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુરૂવાર 27 મી માર્ચે યોજાશે