Not Set/ તંત્રની લાપરવાહીનો ભોગ વિદ્યાર્થીની બની, સ્થાનિકોએ બચાવ્યો વિદ્યાર્થીનીઓનો જીવ

વડોદરા, વડોદરાના કરોળિયા બાજવા રોડ ઉપર ફરી એકવખત તંત્રની લાપરવાહી સામે આવી છે. બાજવા રોડ ઉપર ચાલી રોડના ધોવાણ અટકાવવા માટે બની રહેલી દીવાલની કામગીરીના કારણે બે વિદ્યાર્થીનીઓ ખાડામાં ખાબકી હતી. વિદ્યાર્થીનીઓ ટ્યુશનથી પરત ફરી રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. દીવાલની આગળ કોઈ સૂચના કે બોોર્ડ નહીં મૂકવાના કારણે વિદ્યાર્થીની આ અકસ્માતનો […]

Gujarat Trending

વડોદરા,

વડોદરાના કરોળિયા બાજવા રોડ ઉપર ફરી એકવખત તંત્રની લાપરવાહી સામે આવી છે. બાજવા રોડ ઉપર ચાલી રોડના ધોવાણ અટકાવવા માટે બની રહેલી દીવાલની કામગીરીના કારણે બે વિદ્યાર્થીનીઓ ખાડામાં ખાબકી હતી.

વિદ્યાર્થીનીઓ ટ્યુશનથી પરત ફરી રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. દીવાલની આગળ કોઈ સૂચના કે બોોર્ડ નહીં મૂકવાના કારણે વિદ્યાર્થીની આ અકસ્માતનો ભોગ બની હતી.

સ્થાનિકોએ આ વિદ્યાર્થીનીઓનો જીવ બચાવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલ વિદ્યાર્થીનીઓને 108 મારફતે ગોત્રી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.