Not Set/ Airtel નો આ પ્લાન આપશે જીયોને ટક્કર, ૧૬૮ રૂપિયામાં મળશે રોજ આટલો ડેટા

નવી દિલ્લી જીયોએ આ મહિનામાં ૨ વર્ષ પુરા કરી દીધા છે. જયારે જીયો  ટેલીકોમ માર્કેટમાં આવ્યું છે ત્યારથી લઈને આજ સુધી બીજી કંપની પોતાના ઘણા પ્લાન બદલી રહી છે. હાલમાં Airtel એ માત્ર ૧૬૮ રૂપિયામાં પ્લાનમાં બદલાવ કર્યો છે. રીપોર્ટના જણાવ્યા પ્રમાણે આ પ્લાન દિલ્લી, આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે જ છે. Airtel આ પ્લાનમાં યુઝર્સને […]

Tech & Auto

નવી દિલ્લી

જીયોએ આ મહિનામાં ૨ વર્ષ પુરા કરી દીધા છે. જયારે જીયો  ટેલીકોમ માર્કેટમાં આવ્યું છે ત્યારથી લઈને આજ સુધી બીજી કંપની પોતાના ઘણા પ્લાન બદલી રહી છે. હાલમાં Airtel એ માત્ર ૧૬૮ રૂપિયામાં પ્લાનમાં બદલાવ કર્યો છે. રીપોર્ટના જણાવ્યા પ્રમાણે આ પ્લાન દિલ્લી, આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે જ છે.

Airtel આ પ્લાનમાં યુઝર્સને એક જીબી ડેટા આપી રહ્યો છે જેનો લાભ યુઝર્સ રોજ ઉઠાવી શકશે. આ ઉપરાંત અનલિમિટેડ વોઈસ કોલ અને ૧૦૦ એસએમએસ રોજ કરી શકશે. Airtel ના આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસ સુધીની છે. આ પ્લાનમાં કુલ દેતા ૨૮ જીબી રહેશે.

ટેલીકોમના રીપોર્ટ મુજબ Airtel પોતાના આ પ્લાનમાં હેલો ટયુનનું સબસ્ક્રિપ્શન પણ આપી રહી છે જે સંપૂર્ણ પને ફ્રી છે.

તમને જણાવી દઈએ કે આની પહેલા પણ ગયા મહીને વોડાફોન કંપનીએ ૧૫૯ રૂપિયામાં રીચાર્જ પ્લાન જાહેર કર્યો હતો. વોડાફોનનો આ પ્લાન દિલ્લી, મુંબઈ, ગુજરાત, ચેન્નાઈ અને આંધ્ર પ્રદેશ માટે હતો.