નવી દિલ્લી
ઈરાનીયન છોકરીને ઈરાનમાં ફૂટબોલ મેચ જોવા બદલ ધરપકડ કરવામાં આવી છે. છોકરાના કપડા પહેરીને ગયેલી ઈરાનની છોકરીનો ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
https://www.instagram.com/p/Bn4Tx8TB04r/?taken-by=zeinab_perspolisi_ak8
આ છોકરીનું નામ ઝેનાબ છે. ઝેનાબે પોતાના ઇન્સ્તાગ્રામના એકાઉન્ટમાં સ્ટેડીયમમાં પોતાની સેલ્ફીનો ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટો પોસ્ટ કર્યા એને થોડા સમયમાં જ પોલીસે આવીને તેની ધરપકડ કરીને પોલીસ વાનમાં લઇ ગઈ હતી. તેણે પોતાના એકાઉન્ટમાં પોલીસની ગાડીમાં બેસીને પડેલા ફોટાને શેર કર્યો હતો.

https://www.instagram.com/p/Bn4Tx8TB04r/?taken-by=zeinab_perspolisi_ak8
ઝેનાબે પોસ્ટ કરેલા ફોટામાં સ્ટેડીયમમાં સેલ્ફી લીધેલી જણાય છે અને છોકરા જેવા કપડા પહેર્યા હતા જેથી તેને કોઈ ઓળખી ન શકે.
તમનેજણાવી દઈએ કે ઈરાન દેશમાં આજદિન સુધી મહિલાઓને સ્ટેડીયમમાં પ્રવેશવાની અનુમતિ નથી કે જ્યાં પરુષ ખેલાડી રમતા હોય.
માર્ચ મહિનામાં પણ એક ૩૫ વર્ષીય મહિલા કે જે સ્ટેડીયમમાં ફૂટબોલ મેચ જોવા માટે ગઈ હતી તેની પણ પોલીસે ધરપકડ કરી હતી.
