મોસમમાં થતાં અચાનક ફેરફાર શરીર માટે માફક ન પણ નીવડી શકે અને એને કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીના લોકો શિકાર થતા હોય છે. ડેન્ગ્યુ થતા માણસના લોહીમાં પ્લેટલેટ્સ અને W.B.C. ની સંખ્યા ઘટી જાય છે. આવી સ્થિતિમાં દવા સાથે આયુર્વેદિક ઈલાજ પણ કરવામાં આવે તો બીમાર વ્યક્તિ જલ્દી સાજો થઇ શકે છે.
કોળુંનું શાક બનાવીને લોકો મોટા ભાગે આહારમાં લેતા હોય છે પરંતુ એનું જ્યુસ પીવાથી વધુ ફાયદો થાય છે. કોળુંનું જ્યુસ પીવાથી શરીરમાં ઇમ્યુનિટી સારી થાય છે એટલે કે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. લાંબા સમય સુધી નિયમિત રીતે આ જ્યુસનું સેવન કરવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. કોળુંનું જ્યુસ હૃદય સાથે જોડાયેલી બીમારી જેવી કે હાર્ટએટેક, હાર્ટસ્ટ્રોક વગેરેમાં ફાયદાકારક છે.

કોળુંનો રસ પાચન શક્તિ પણ વધારે છે. શરીરની ગંદકી યુરીન મારફતે નીકળી જાય છે આ જ્યુસના સેવનથી. આના રોગનાશક ગુણ અલ્સર અને એસીડીટીનાં ઇલાજમાં ઘણાં મદદરૂપ છે.
કિડનીમાં પથરીની સમસ્યાથી હેરાન થતાં લોકો માટે કોળુંનું જ્યુસ ફાયદાકારક હોય છે. 10 દિવસ સુધી રોજ ત્રણ વાર અડધો ગ્લાસ જ્યુસ પીવાથી કીડનીની સમસ્યા સોલ્વ થઇ શકે છે.
આ જ્યુસમાં ભરપુર માત્રામાં વિટામીન સી, વિટામીન ઇ અને બીટા કેરોટીન હોય છે જે સ્કીનને ચમકતી અને સોફ્ટ રાખે છે. ત્વચાને કરચલીઓથી બચાવે છે અને આ રસથી સ્કીન હાઈડ્રેટ રહે છે.

આ ઉપરાંત બકરીનું દૂધ પણ કારગત નીવડે છે. બકરીનું દૂધ પ્લેટલેટ્સને ફરીથી નોર્મલ કરવામાં મદદ કરે છે. બકરીનું દૂધ સુપાચ્ય હોય છે. ડેન્ગ્યુના તાવમાંથી બહાર નીકળવા માટે બકરીનું દૂધ ફાયદાકારક છે.
