Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ પાન કાર્ડ માટે આધાર જરૂરી,બેંક એકાઉન્ટ-મોબાઇલ માટે આધાર લિંક જરૂરી નહીં : સુપ્રિમ કોર્ટ

દિલ્હી, આધાર કાર્ડની માન્યતા અંગે સુપ્રિમ કોર્ટે અગત્યનો ચુકાદો સંભળાવતા કહ્યું પાન કાર્ડ સાથે લીંક કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના વડપણવાળી બેન્ચે આજે પોતાનો મહત્વનો નિર્ણય સંભળાવતા આધારની કાયદાકીય માન્યતા યથાવત રાખી છે, પરંતુ આધાર એક્ટની કેટલીક જોગવાઈમાં સુધારો કર્યો છે. બેંક એકાઉન્ટ, મોબાઈલ સાથે તેના લીંક કરવાને તેને જરુરી નથી […]

September 26, 2018Jay Mehta
Top Stories India

દિલ્હી,

આધાર કાર્ડની માન્યતા અંગે સુપ્રિમ કોર્ટે અગત્યનો ચુકાદો સંભળાવતા કહ્યું પાન કાર્ડ સાથે લીંક કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના વડપણવાળી બેન્ચે આજે પોતાનો મહત્વનો નિર્ણય સંભળાવતા આધારની કાયદાકીય માન્યતા યથાવત રાખી છે, પરંતુ આધાર એક્ટની કેટલીક જોગવાઈમાં સુધારો કર્યો છે. બેંક એકાઉન્ટ, મોબાઈલ સાથે તેના લીંક કરવાને તેને જરુરી નથી ગણાવ્યુ, તેમજ ખાનગી કંપનીઓ હવે આધાર કાર્ડ નહીં માંગી શકે.

સુપ્રીમ કોર્ટ આધાર કાર્ડને ફરજીયાત કરવા અંગેના કેસમાં આજે પોતાનો ચુકાદો આપ્યો છે. આ કેસની સુનાવણી સુપ્રીમના ઈતિહાસની બીજી સૌથી લાંબી સુનાવણી રહી છે. સાડા ચાર મહિના દરમિયાન થયેલ 38 સુનાવણીમાં સુપ્રીમ દ્વારા સરકાર પાસે અનેક બાબતે સ્પષ્ટતા માંગવામાં આવી હતી.

પાંચ જજોની બંધારણીય ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યુ કે, મોબાઈલ અને બેંક એકાઉન્ટના લિંક માટે આધાર કાર્ડની જરુર નથી. આ ઉપરાંત શાળાના બાળકો માટે કોર્ટે આધાર કાર્ડ જરુરી ન હોવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત સીબીએસઈ, યુજીસી અને નીટમાં પણ આધાર કાર્ડની જરુર નથી.

 

કોર્ટે જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર આધાર કાર્ડના ડેટાને સુરક્ષિત કરવા તરત કાયદો બનાવે. આધાર ગરીબની તાકાત અને અધિકાર છે. ચુકાદો સંભળાવતા જસ્ટીસ એકે સિકરીએ જણાવ્યુ કે, આધાર કાર્ડ પર હુમલો કરવો એ લોકોના અધિકાર પર હુમલો કરવા સમાન છે.

શું કહ્યું સુપ્રિમ કોર્ટે

–     સીબીએસઈ, યુજીસી, નીટ માટે આધાર ફરજીયાત નહીં

–     બેંક અને મોબાઈલ લિંક માટે આધારની જરુર નથી

–     શાળામાં પ્રવેશ માટે આધારની કોઈ જરુર નથી

–     સરકારી ડેટાની સુરક્ષા માટે સરકાર કાયદો બનાવે

–     6થી 14 વર્ષના બાળકોને શાળામાં પ્રવેશ માટે આધારમાંથી મુક્ત

Post navigation

આણંદ: જૂથ અથડામણ મામલો, ડેપ્યુટી સરપંચનું સારવાર દરમિયાન મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરત ગામે લવાયો
ફિલ્મો પછી હવે રેડિયોમાં પોતાના અવાજનો જાદુ ફેલાવશે કરીના કપૂર

More Posts

Jammu Kashmir/ સરકારના કયા નિર્ણયે જમ્મુ-કાશ્મીરમાં ખળભળાટ મચાવ્યો

October 12, 2022mustak malik
weather

Weather Update/ આજે વાતાવરણમાં પલટો આવશે, જાણો ક્યાં રાજ્યોમાં વરસાદની સંભાવના

February 23, 2022February 23, 2022Nita vagh
Ram temple

Breaking News/ રામ મંદિર પરિસરમાં નમાજ પઢવાનો પ્રયાસ કરનાર વ્યક્તિની સુરક્ષા ભંગ બદલ ધરપકડ

January 10, 2026January 10, 2026Maya Sindhav

Asian Games 2023/ હોકી ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ… જાપાનને હરાવી ગોલ્ડ જીત્યો, પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મળી

October 6, 2023October 6, 2023Maya Sindhav
દિયોદર

ચૂંટણી આવી રહી છે/ દિયોદરમાં ખેડૂતોની જીત : સરકારે સ્વીકારી પાણી આપવાની માગ

May 5, 2022May 5, 2022Keyuri Atri
Rajkot Congress OBC QR Code Launch

Rajkot News/ રાજકોટમાં કોંગ્રેસ એક્શન મોડમાં! ઓ.બી.સી સમાજને જોડવા માટે લોન્ચ કર્યો ખાસ QR કોડ

March 24, 2026Kinjal Pradipkumar Patel

Not Set/ ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તેમની જ સરકાર પર સાધ્યું નિશાન

June 1, 2020mansi patel

World Cup 2023/ ODI વર્લ્ડ કપ 2023 માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત, સ્ટાર ખેલાડીને બતાવ્યો બહારનો રસ્તો

August 7, 2023Maya Sindhav

આજનું રાશિફળ/ આ રાશિના જાતકને મિત્રોની મદદ મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

May 26, 2024May 25, 2024Komal Patel

Not Set/ #કોરોના/ મુંબઇ પોલીસનો મોટો નિર્ણય, 55 વર્ષથી વધુ વયના પોલીસકર્મી નહીં કરે ડ્યુટી

April 29, 2020mansi patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy