Not Set/ શિવભક્તમાંથી રામભક્ત બન્યા કોંગ્રસના રાજકુમાર, ચિત્રકૂટમાં લાગ્યા પોસ્ટર્સ

ચિત્રકૂટ, ગુજરાત વિધાનસભા ચૂંટણી અને પવિત્ર કૈલાસ માનસરોવરની યાત્રા બાદ શિવભક્ત તરીકે પોતાની ઓળખ ઉભી કરનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હવે રામભક્ત બન્યા છે. હાલ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના ચિત્રકૂટના પ્રવાસે છે, ત્યારે તેઓના સ્વાગતમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં રાહુલ ગાંધીને “રામભક્ત” બતાવવામાં આવ્યા છે. ચિત્રકૂટ પહોચ્યા બાદ રાહુલ ગાંધીએ કામતાનાથ મંદિરમાં જઈને પૂજા-અર્ચના […]

India Trending

ચિત્રકૂટ,

ગુજરાત વિધાનસભા ચૂંટણી અને પવિત્ર કૈલાસ માનસરોવરની યાત્રા બાદ શિવભક્ત તરીકે પોતાની ઓળખ ઉભી કરનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હવે રામભક્ત બન્યા છે.

હાલ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના ચિત્રકૂટના પ્રવાસે છે, ત્યારે તેઓના સ્વાગતમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં રાહુલ ગાંધીને “રામભક્ત” બતાવવામાં આવ્યા છે.

national-rahul gandhi congress-kamtanath-temple-chitrakoot-visit-ram-bhkat-poster

ચિત્રકૂટ પહોચ્યા બાદ રાહુલ ગાંધીએ કામતાનાથ મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરી હતી અને સાથે સાથે સાધુ-સંતો સાથે મુલાકાત પણ કરવાના છે.

રાહુલ ગાંધીને પહેલા દર્શાવાયા હતા “શિવભક્ત”

આ પહેલા ભોપાલ પહોચવા પર રાહુલ ગાંધીને “શિવભક્ત” ગણાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષના અંતે મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યની વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા પ્રચાર-પ્રસારને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે રાહુલ ગાંધીએ પણ ઝંપલાવ્યું છે.

national-rahul gandhi congress-kamtanath-temple-chitrakoot-visit-ram-bhkat-poster

અત્રે ઉલ્લેખનીય છે કે, પિતૃપક્ષ દરમિયાન ચિત્રકૂટમાં પૂજા કરવાનું ખાસ મહત્વ છે. કહેવામાં આવે છે કે, ભગવાન રામેં પોતાના પિતા દશરથ માટે ચિત્રકૂટમાં જ શ્રાદ્ધ કર્યું હતું. આ વર્ષે પિતૃપક્ષ ૨૫ સપ્ટેમ્બરથી શરુ થઇ રહ્યું છે.

માન્યતા છે કે, પિતૃપક્ષમાં કામદગિરિના દર્શન તેમજ પરિક્રમાથી પૂર્વજોની શક્તિઓ વ્યક્તિમાં અનુસરતી હોય છે.

રાહુલ ગાંધી દ્વારા થઇ રહ્યો છે સોફ્ટ હિન્દુત્વનો સંદેશો આપવાનો પ્રયાસ

national-rahul gandhi congress-kamtanath-temple-chitrakoot-visit-ram-bhkat-poster

મહત્વનું છે કે, રાહુલ ગાંધી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીથી જ સોફ્ટ હિન્દુત્વનો સંદેશો આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ દરમિયાન તેઓએ ગુજરાતના ૨૮ મંદિરોમાં પોતાનું શિશ ઝુકાવ્યું હતું. ત્યારબાદ તેઓ પવિત્ર કૈલાસ માનસરોવરની યાત્રા પર ગયા હતા અને ત્યારથી જ રાહુલ ગાંધીને શિવભક્ત કહેવામાં આવી રહ્યા છે.