અમદાવાદ
સર્દી ખાંસી થવા પર તુલસીના પાનને ચા માં ઉકાળીને પીવાથી સર્દી ખાંસીમાં રાહત મળે છે. તુલસીનો અર્ક તાવને ઘટાડવા માટે સારી રીતે કાર્ય કરે છે. તુલસીના નરમ પાંદડા ચાવવાથી ખાંસી અને આંખો માટે ફાયદાકાર છે.

તુલસીના પાંદડાના સેવનથી બ્લડ શુગર લેવલના સ્તરને સારું કરે છે. જેના કારણે ડાયબિટીઝનું જોખમ ઘટાડે છે.

તુલસીના સુકા પાનને સરસોના તેલમાં મિલાવીને દાંત સાફ કરવામાં આવે તો શ્વાસની દુર્ગંધ જતી રહે છે. પાયરિયા જેવી સમસ્યા માટે પણ આ ખાસ સાબિત થાય છે.

તુલસી કિડનીને મજબુત બન આવે છે. જો કોઈને કિડનીમાં પથરી થઇ છે તો તેવા લોકોને તુલસીના અર્કની મધમાં મિલાવીને નિયમિત સેવન કર્યું જોઈએ. આવુ કરવાથી તમે 6 મહિનામાં ફર્ક જોવા મળશે.

ધાધર, ખંજવાળ અને અન્ય ત્વચા સમસ્યાઓમાં તુલસીના અર્કને અસરગ્રસ્ત જગ્યાએ લગાવાથી થોડા સમયમાં રોગ દુર થઇ જાય છે.

આંખની બળતરામાં તુલસી અર્ક ખૂબ જ અસરકારક છે. દરરોજ રાત્રે શ્યામા તુલસીના અર્કના બે ડ્રોપ આંખોમાં નાખવા જોઈએ.

