હાઈપોથાયરોઇડીઝ્મમાં દવાઓ સાથે આહારમાં પણ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. હાઈપોથાઈરોડીઝ્મમાં સિન્થેટીક હોર્મોન થાયરોક્સીન આપવામાં આવે છે. પરંતુ જો તમે એવાં ખાદ્ય પદાર્થ ખાવ જેમાં એન્ટીઓક્સીડેંટ ઉચ્ચ માત્રામાં હોય તો શરીર થાયરોક્સીનને શોષી શકે છે. આનાથી હાઈપોથાયરોડીઝ્મનાં લક્ષણો ઓછા કરવામાં પણ મદદ મળે છે. જો તમે આ બીમારીને મૂળથી ખત્મ કરવા માંગતા હોવ તો આ ફૂડને શામેલ કરો તમારા ડાયેટમાં.
આ ફૂડને ખાવાથી બીમારી થશે દુર..
ફળ અને શાકભાજી
એન્ટીઓક્સીડેંટથી ભરપુર ફળ અને શાકભાજી ખાવ. બ્લુબેરી, દાડમ, રાસબેરી ચેરીને તમારા ડાયેટમાં શામેલ કરો. આ સિવાય શાકભાજીમાં બીટ, કોબી, પાલક, મૂળાને શામેલ કરો.
ઓમેગા ૩ ફેટી એસીડ
ઓમેગા ૩ ફેટી એસીડ થાયરોઇડ ગ્રંથીના સોજાને ઘટાડવામાં મદદ મદદ કરે છે, જે માછલી અને અખરોટમાં હોય છે. ઠંડા પાણીમાં મળતી માછલીઓ તમારા માટે સારી રહેશે.
જીંક રીચ ફૂડ વધુ ખાવું
હાઈપોથાયરોડીઝ્મમાં જીંક ફૂડ ખાવાથી થાયરોઇડ હોર્મોન્સનું પ્રોડક્શન વધે છે. થાયરોઇડમાં શરીરમાં જીંક ડેફીસીયન્સી પણ થાય છે.એનાથી બચવા માટે જીંક ફૂડ લેવું જરૂરી છે જે તમને સી ફૂડ, ચીકન,હોલ્સ ગ્રેન, દહીં વગેરેમાંથી ભરપુર માત્રામાં મળી રહે છે.
આયરન રીચ ફૂડ
આ થાયરોઇડ ફંક્શનને નોર્મલ રાખવામાં મદદ કરે છે. ફીશ, ચીકન, રેડ મીટમાંથી આ ખુબ પ્રમાણમાં મળી આવે છે.આ સિવાય પાલક, સફરજન વગેરેમાંથી પણ મળી આવે છે.
આદું અને હળદર
આદું અને હળદરમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને જીંક ખુબ હોય છે અને આ થાયરોઇડને નોર્મલ રાખવામાં ખુબ મદદરૂપ છે.
