Not Set/ સુરત: કેબલ સ્ટેઈડ બ્રિજ લોકાર્પણના પ્રથમ દિવસે જ ભારે ટ્રાફિક જામ

સુરત, સુરત ના અઠવા- અડાજણને જોડતા બ્રિજનું આજે લોકાર્પણ કરાયું હતું પરંતુ લોકાર્પણના પ્રથમ દિવસે જ ટ્રાફિકજામના દ્રશ્યો નજરે ચડ્યા હતા. સરદાર બ્રિજ જેવી જ ટ્રાફીકની સમસ્યા નવા કેબલ સ્ટેઇડ બ્રિજમાં સર્જાયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજનું આજે ઉદ્ઘાટન કરાયુ..સીએમ રૂપાણીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરાયુ. આ બ્રિજની […]

Top Stories Gujarat Surat

સુરત,

સુરત ના અઠવા- અડાજણને જોડતા બ્રિજનું આજે લોકાર્પણ કરાયું હતું પરંતુ લોકાર્પણના પ્રથમ દિવસે જ ટ્રાફિકજામના દ્રશ્યો નજરે ચડ્યા હતા. સરદાર બ્રિજ જેવી જ ટ્રાફીકની સમસ્યા નવા કેબલ સ્ટેઇડ બ્રિજમાં સર્જાયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજનું આજે ઉદ્ઘાટન કરાયુ..સીએમ રૂપાણીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરાયુ. આ બ્રિજની લંબાઈ 918 મીટર અને પહોળાઈ 24 મીટર છે. આ બ્રિજ રાજ્યનો પ્રથમ ટુ વે કેબલ સ્ટેઇડ બ્રિજ છે. આ બ્રિજનો 150 મીટર ભાગ કોઈ જ સ્પાન વગર ફક્ત કેબલના આધારે ટકેલો છે. આ બ્રિજની અવધી 100 વર્ષ છે.

આ બ્રિજ પર એક સાથે 150 ટ્રક ઉભી રહી શકે છે. એટલે કે બ્રિજ એટલું વજન સહન કરી શકે છે. ભૂકંપ સહિતની કુદરતી આફતો સામે આ બ્રિજ ટકી રહે તેવી રીતે તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

સામાન્ય રીતે બ્રિજમાં બે પીલર્સ વચ્ચેનું અંતર 50 મીટર હોય છે. પરંતુ કેબલ સ્ટેઇડ બ્રિજમાં આ અંતર 150 મીટર છે. આ બ્રિજ પરના પીલરની ઊંચાઈ 110 ફૂટ છે. આ બ્રિજમાં 1632 કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ કેબલનું વજન ગણીએ તો 88 ટન થાય છે.