Not Set/ જૂનાગઢ : બે કોમ વચ્ચે જૂથ અથડામણ, આડેધડ ફાયરિંગ, એક ગંભીર

જૂનાગઢમાં મોડી રાત્રે બે જૂથો સામસામે આવી જતા, ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી રહી છે. આ ગોળીબારની ઘટનામાં છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આડેધડ કરવામાં આવેલા ફાયરિંગ માં એક ઘાયલ વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર બંને જૂથો વચ્ચે લગભગ 20 રાઉન્ડ ગોળીબાર […]

Top Stories Gujarat Others

જૂનાગઢમાં મોડી રાત્રે બે જૂથો સામસામે આવી જતા, ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી રહી છે. આ ગોળીબારની ઘટનામાં છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

આડેધડ કરવામાં આવેલા ફાયરિંગ માં એક ઘાયલ વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર બંને જૂથો વચ્ચે લગભગ 20 રાઉન્ડ ગોળીબાર થયો હતો.

જૂનાગઢમાં આવેલ જાલોર પા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હોવાની વિગતો મળી રહી છે. આ જૂથ અથડામણમાં રિવોલ્વર, તમંચા, તલવારો જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ અંગે પોલીસને જાણ કરાતાં, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને 25 જેટલા અસામાજિક તત્વોની ધરપકડ કરી લીધી હતી.