Not Set/ અમદાવાદ : શાહીબાગના વેપારી સાથે દસ લાખની લૂંટ, લૂંટારુ ફરાર

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં બાઈક પર આવેલા બે શખ્સો એક વેપારી પાસેથી આઠ-દસ લાખ રૂપિયા છીનવી જતા ચકચાર મચી જવા પામી છે. ગાંધી રોડ પર ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા અને શાહીબાગ વિસ્તારના મલ્લિનાથ કોમ્પ્લેક્સમાં રહેતા વેપારી વિક્રમભાઈ જૈને બે શખ્સો વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ દાખલ કરી છે. મળતી વિગતો મુજબ, ગઈકાલે વિક્રમભાઈ, એમના પિતા […]

Ahmedabad Top Stories Gujarat

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં બાઈક પર આવેલા બે શખ્સો એક વેપારી પાસેથી આઠ-દસ લાખ રૂપિયા છીનવી જતા ચકચાર મચી જવા પામી છે.

ગાંધી રોડ પર ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા અને શાહીબાગ વિસ્તારના મલ્લિનાથ કોમ્પ્લેક્સમાં રહેતા વેપારી વિક્રમભાઈ જૈને બે શખ્સો વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ દાખલ કરી છે.

મળતી વિગતો મુજબ, ગઈકાલે વિક્રમભાઈ, એમના પિતા અને ભત્રીજો દુકાન બંધ કરી રિક્ષામાં ઘરે આવ્યા હતા. વિક્રમભાઈ અને એમનો ભત્રીજો કોમ્પ્લેક્સની લિફ્ટ પાસે જઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યો યુવક ધ્યાન ચૂકવીને એમની પાસે રહેલી રૂપિયાની થેલી લઈને ભાગ્યો હતો. અને કોમ્પ્લેક્સની બહાર બાઈક લઈને ઉભેલા તેના સાગરીત સાથે ભાગી છૂટ્યો હતો. વિક્રમભાઈએ તાત્કાલિક પોલીસને જાણ હતી.

લૂંટની ખબર મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ શરુ કરી છે.