અમેરિકાના રક્ષા મંત્રાલયને મંગળવારે બે શંકાસ્પદ એન્વલોપ મળ્યા હતા જેમાં રાઈસીન નામનું ઝેર લાગેલું હતું એવી વાત સામે આવી હતી. જેમાં એક એન્વલોપ રક્ષા મંત્રી જીમ મેટીસ અને બીજુ નેવેલ ઓપરેશનના ચીફ જોન રીચાર્ડસન માટે હતું. આ એન્વલોપ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મોકલવામાં આવ્યું હતું.
આ શંકાસ્પદ એન્વલોપ/પેકેજ પેન્ટાગોન મેલ સ્ક્રીનીંગ ફેસીલીટીમાં મળ્યા હતા અને એને FBIને ઇન્વેસ્ટીગેશન માટે મોકલી દેવામાં આવ્યા હતા. પેન્ટાગોનને ત્યારબાદ સીલ કરી દેવામાં આવ્યો હતો. જે શંકાસ્પદ વસ્તુ પોસ્ટ દ્વારા આવેલા લેટરમાં જણાઈ રહી હતી જે યુએસ ડીફેન્સ ડીપાર્ટમેન્ટમાં મોકલવામાં આવી હતી એ રાઈસીન ઝેર નથી એવું પેન્ટાગોન ઓફીશીયલે જણાવ્યું હતું.

પેન્ટાગોન સ્પોક્સવુમન વાઈટે જાહેર કર્યું હતું કે આ લેટર વાઈટ હાઉસ અને રીપબ્લીકન સેનેટરની ટેક્સાસની ઓફિસમાં પણ મોકલવામાં આવ્યા હતા. એમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે , ‘અમારી શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે એ પદાર્થ કેસ્ટર બીજ હતા જેમાંથી રાઈસીન બને છે.’ પહેલાં એવું જણાવવામાં આવ્યું હતું કે આ લેટર પર રાઈસીન ઝેર હતું.

રાઈસન કેસ્ટર સીડ(એરંડાનાં બીજ) માંથી બને છે જે કેસ્ટર તેલનાં પ્રોડક્શનની બાય પ્રોડક્ટ છે. યુએસ સેન્ટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનનાં કહેવા મુજબ, એરંડાનાં બીજ રાઈસીન રીલીઝ કરી શકે છે અને જો એ ખાવામાં આવી જાય તો એનાથી નુકશાન થાય છે. આ ઝેર અંદાજે 6000 વખત ઘાતકી છે સાઈનાઈડ કરતાં અને એનો કોઈ એન્ટી ડોટ પણ નથી.
પોલીસે એક વ્યક્તિને ઓળખી કાઢ્યો છે જેનું કનેક્શન આ કેસ સાથે છે અને એની ધરપકડ પણ થઇ ગઈ છે. આ પહેલાં પણ અમેરિકાના મોટા અધિકારીઓને આ રીતે ઝેરીલા પદાર્થ લાગેલા પાર્સલ મોકલવામાં આવ્યા છે.
