ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી પૃથ્વી શોએ વેસ્ટ ઇન્ડીઝ સામેનાં ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું છે. તેઓ માત્ર 18 વર્ષનાં છે અને પોતાનાં પહેલાં જ ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચમાં સેન્ચ્યુરી ફટકારી દીધી. પોતાના ડેબ્યુ ટેસ્ટ મેચમાં શતક બનાવા વાળા ચોથા યુવાન બેટ્સમેન બની ગયા છે. પૃથ્વીએ 99 બોલમાં 100 રન પુરા કર્યા હતા.
પૃથ્વી શોનાં આ શાનદાર શતક બાદ ક્રિકેટના દિગ્ગજો સિવાય મુંબઈ પોલીસે પણ મુંબઈના આ ખેલાડીની પ્રશંશા કરી હતી. મુંબઈ પોલીસે એકદમ અલગ અંદાજમાં જ એમના શતકનાં વખાણ કર્યા હતા. પોલીસે લખ્યું હતું કે 100 હંમેશા મદદ કરે છે. ડાયલ કરો 100.
From our 100 to yours! It’s always a good start… the very best to you @PrithviShaw #Dial100 pic.twitter.com/G6BRVK0FAy
— मुंबई पोलीस – Mumbai Police (@MumbaiPolice) October 4, 2018
સચીન, હરભજન જેવાં ખેલાડીઓએ પણ પૃથ્વીનાં વખાણ કર્યા હતા. પૃથ્વીએ જણાવ્યું હતું કે મેચ પહેલાં કેપ્ટન કોહલીએ એમની સાથે ઘણીવાર સુધી એમની માતૃભાષા મરાઠીમાં વાત કરીને એમને સહજ કરવાની કોશિશ કરી હતી.
Lovely to see such an attacking knock in your first innings, @prithvishaw! Continue batting fearlessly. #INDvWI pic.twitter.com/IIM2IifRAd
— Sachin Tendulkar (@sachin_rt) October 4, 2018
https://twitter.com/MichaelVaughan/status/1047747617273380864
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે થઇ રહેલાં બે મેચની ટેસ્ટ સીરીઝનો પહેલો મેચ રાજકોટનાં સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડીયમમાં રમાઈ રહ્યો છે. ટોસ જીતીને પહેલાં દિવસે ભારતીય ટીમે 89 ઓવરમાં 4 વિકેટ ખોઈને 364 રન બનાવી લીધા છે.
