Not Set/ અમદાવાદના માર્ગો બન્યા લોહી તરસ્યા : આઈશરની ટક્કરથી યુવકનું ઘટનાસ્થળે મોત

અમદાવાદના માર્ગો લોહી તરસ્યા બની ગયા હોય તેવું જણાઈ રહ્યું છે. દિવસેને દિવસે શહેરમાં માર્ગ અકસ્માતની જીવલેણ દુર્ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે પણ વહેલી સવારે આવી જીવલેણ દુર્ઘટનાઓ માં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. મળતી વગતો મુજબ, દાણીલીમડા ચાર રસ્તા પાસે વહેલી સવારે આઈશર ગાડીએ ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ટુ વ્હીલર ચાલકનું […]

Ahmedabad Top Stories Gujarat

અમદાવાદના માર્ગો લોહી તરસ્યા બની ગયા હોય તેવું જણાઈ રહ્યું છે. દિવસેને દિવસે શહેરમાં માર્ગ અકસ્માતની જીવલેણ દુર્ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે પણ વહેલી સવારે આવી જીવલેણ દુર્ઘટનાઓ માં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે.

મળતી વગતો મુજબ, દાણીલીમડા ચાર રસ્તા પાસે વહેલી સવારે આઈશર ગાડીએ ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ટુ વ્હીલર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

દુર્ઘટના બાદ આઈશર ગાડીનો ચાલક આઈશર મુકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે તપાસ હાથ ધરતાં મૃતકનું નામ રાજન પરમાર હોવાનું ખુલ્યું છે.

દામીલામડા પોલીસે આઈશર ગાડી જપ્ત કરી હતી. જ્યારે ફરાર થઈ ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે