હિંમતનગર,
પરપ્રાંતિય શ્રમિક દ્વારા ચૌદ માસની બાળકી પર થયેલા બળાત્કારના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. જેના પરિણામે પરપ્રાંતિયો પર હુમલાના બનાવો વધી રહ્યાં છે. સાબરકાંઠામાં પણ પ્રાંતિજ, તલોદઅને હિંમતનગર તાલુકાની ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ પર પત્થરમારા અને મારપીટની ઘટનાઓ સામે આવી છે. જેને કારણે શ્રમીકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
પોલીસે શ્રમીકોની સુરક્ષાની સાથે વિશ્વાસ આપવા માટે બેઠક યોજાઈ હતી. શ્રમીક કામદારો અને તેમના આગેવાનો સાથે ઓપન મંચ પ્રકારની બેઠક યોજીને તેમની મુંઝવણ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂ કરાઈ હતી.
પોલીસે તમામ પરપ્રાંતિય કામદારોના રહેણાંક વિસ્તારમાં ચોવીસ કલાક પોલીસ સુરક્ષા પુરી પાડવામાં આવશે તેમ જણાવાયું હતું . પોલીસ તરફથી સુરક્ષાના લેવાયેલા નિર્ણયને લઇને ઉઘોગકારોમાં અને શ્રમીકોમાં રાહત થઇ હતી.

પોલીસ દ્વારા શ્રમીકો માટે હેલ્પ લાઇનના નંબરો પણ જાહેર કર્યા છે અને જેની પર ફોન ડાયલ કરવાથી પોલીસની તાત્કાલીક સહાય પણ મળી રહેશે. આ માટે સ્થાનિક પોલીસ મથકો ઉપરાંત ઉચ્ચ અધીકારીઓના અને કંટ્રોલ રુમના પણ નંબરો જાહેર કરવામાં આવ્યા છે જ્યાં શ્રમીકો માટેના હાલના માહોલ માટે ક્વીક રીસ્પોન્સ ટીમ દ્વારા તુરજ જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પોલીસ અત્યાર સુધીમાં નવ જેટલી ફરીયાદ દાખલ કરવામાં આવી છે અને સવાસો જેટલા લોકોને ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ જેલના હવાલે છે. ત્રણ કંપની એસઆરપી, ૨૦૦૦ થી વધુ પોલીસ, ૭૦૦ હોમગાર્ડ અને ૪૦૦ જીઆરડી સહીતનો પોલીસ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત દાખવવામા આવ્યો છે.
આઠ તારીખને સોમવારની બંધ અને પ્રાંતિયો શ્રમીકોને ગુજરાત છોડવાના અફવા ભર્યા અલ્ટીમેટમને લઇને પણ શ્રમીકોને અફવા હોવાનુ સમજાવવા સાથે સોશીયલ મીડીયા પર પણ નજર દાખવવામાં આવી રહી છે. ૨૫થી વધુ વ્હોટસેપ ગૃપ સામે આવ્યા છે કે જેમાં ઉશ્કેરણી કરાઇ રહી હોય અને અફવાને જોર આપવામાં આવતુ હોય જેની પર પણ નજર દાખવવામાં આવી રહી છે અને જરુર જણાયે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે
