Not Set/ નવરાત્રી સ્પેશ્યલ : રાત્રે ૧૨ વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડશો તો થઇ જશે જપ્ત

અમદાવાદ નવરાત્રીના તહેવારનો આજથી શુભારંભ થઇ ગયો છે. ઘણા દિવસથી ખેલૈયાઓ નવરાત્રીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અમદાવાદમાં પોલીસ કમીશનર એ. કે સિંઘે આદેશ આપ્યા છે કે નવરાત્રી દરમ્યાન એટલે કે ૧૦ ઓક્ટોમ્બરથી ૧૮ ઓક્ટોમ્બર સુધી રાત્રે ૧૨ વાગ્યા પછી કોઈ લાઉડસ્પીકર વગાડી શકાશે નહી. આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. […]

Ahmedabad Gujarat

અમદાવાદ

નવરાત્રીના તહેવારનો આજથી શુભારંભ થઇ ગયો છે. ઘણા દિવસથી ખેલૈયાઓ નવરાત્રીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

અમદાવાદમાં પોલીસ કમીશનર એ. કે સિંઘે આદેશ આપ્યા છે કે નવરાત્રી દરમ્યાન એટલે કે ૧૦ ઓક્ટોમ્બરથી ૧૮ ઓક્ટોમ્બર સુધી રાત્રે ૧૨ વાગ્યા પછી કોઈ લાઉડસ્પીકર વગાડી શકાશે નહી. આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જો પાર્ટી પ્લોટમાં ૧૨ વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડવામાં આવશે તો તેમના આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

એ. કે. સિંઘના જાહેરનામા પ્રમાણે જો ફ્લેટ કે સોસાયટીઓમાં રાત્રે 12 વાગ્યા પછી સ્પીકર વગાડવામાં આવશે તો સેક્રેટરી અથવા જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને મ્યુઝિક સિસ્ટમને  જપ્ત કરી લઇ યોગ્ય કાર્યવાહી કરાશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે નવરાત્રીમાં જો તમે શહેરની ક્લબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં ગરબા રમવા જવાના હોવ તો વાહનોના પાર્કિંગની તમારે ચિંતા કરવી પડશે  કારણ કે આ વર્ષે પાર્કિંગના મુદ્દે પોલીસ કડક વલણ અપનાવી રહી છે.

જેના લીધે દરેક ગરબાના આયોજકને પોલીસે પાર્કિંગની જેટલી વ્યવસ્થા હોય તેટલા જ પાસ વહેંચવા માટે સૂચના આપી છે.

અમદાવાદમાં રાજપથ અને કર્ણાવતી ક્લબમાં પણ આ વખતે પાર્કિંગના કારણે માત્ર ક્લબના મેમ્બર માટે જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

જો પાર્કિંગમાં જગ્યા નહીં હોય અને ખેલૈયાઓ બહાર રોડ પર વાહન પાર્ક કરી ગરબે રમવા જશે તો ટ્રાફિક પોલીસ તેમનાં વાહન ટોઇંગ કરીને લઈ જશે.