મુંબઈ
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન બોલિવૂડમાં તેની શરૂઆત કરવા જઈ રહી છે. હાલ તે ફિલ્મ ‘સિમ્બા‘ અને ‘કેદારનાથ’માં તે કામ કરી રહી છે. જેમાંથી ‘સિમ્બા’ આ વર્ષે 28 ડીસેમ્બર રિલીઝ થઇ શકે છે. રોહિત શેટ્ટી દ્રારા નિર્દેશિટ આ મુવીમાં સારા અલી ખાન સાથે એક્ટર રણવીર સિંહ જોવા મળશે.
https://www.instagram.com/p/BoyQVq3nolx/?taken-by=saraalikhan95
ફિલ્મ રિલીઝ પહેલા જ સારા અલી ખાન ચર્ચામાં છવાયેલી છે અને લોકો તેના વિશે જાણવા માટે ઘણા ઉત્સાહિત છે.તાજેતરમાં સારા અલી ખાન માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે પહોંચી હતી. નવરાત્રી ચાલી રહી છે અને આ ખાસ મોકા પર સારાએ ત્યાં જવાનો નિર્ણય કર્યો છે. તે માતાનના આશીર્વાદ લેવા માટે વૈષ્ણોદેવી ગઈ છે.
https://www.instagram.com/p/BowPB7NHhRq/?taken-by=saraalikhan95
સારા અલી ખાનને તેની આ યાત્રાની માહિતી તેના ઇન્સ્ટાગ્રામ દ્રારા જણાવી છે. તેને ફોટા અને વીડીયો અપલોડ કર્યા છે. આપને જણાવી દઈએ કે સારા સિમ્પલ લૂકમાં જોવા મળી રહી છે. સારા અલી ખાન સાથે તેની મિત્રો પણ તેની સાથે જોવા મળી રહી છે.
![]()
