Not Set/ video: હડકાયાં શ્વાનનો આતંક, પાંચ માસુમ બાળકોને બચકાં ભર્યાં

કચ્છ, કચ્છનાં નખત્રાણાના કોટડા (જ)માં હડકાયાં શ્વાને આતંક મચાવ્યો છે.પાંચ માસૂમ બાળકોને બચકાં ભર્યા છે.એકની હાલત ગંભીર છે.એક વાછરડાને પણ શ્વાને બચકાં ભરી લીધા છે. ઈજાગ્રસ્ત બાળકોને નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી છે.શ્વાને ભરેલાં બચકાંથી આર્યન સમેજા નામના બાળકનો ગાલ અને નાક ચીરાઈ જતાં તેને સામૂહિક આરોગ્ય કેન્દ્રથી ભૂજની સરકારી હોસ્પિટલમાં રીફર […]

Top Stories Gujarat Others Videos

કચ્છ,

કચ્છનાં નખત્રાણાના કોટડા (જ)માં હડકાયાં શ્વાને આતંક મચાવ્યો છે.પાંચ માસૂમ બાળકોને બચકાં ભર્યા છે.એકની હાલત ગંભીર છે.એક વાછરડાને પણ શ્વાને બચકાં ભરી લીધા છે.

ઈજાગ્રસ્ત બાળકોને નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી છે.શ્વાને ભરેલાં બચકાંથી આર્યન સમેજા નામના બાળકનો ગાલ અને નાક ચીરાઈ જતાં તેને સામૂહિક આરોગ્ય કેન્દ્રથી ભૂજની સરકારી હોસ્પિટલમાં રીફર કરાયો છે. હડકાયા શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે..