Not Set/ ઉત્તરપ્રદેશમાં નિર્માણધીન બિલ્ડીંગ થઇ ધરાશાયી, એકનું મોત

શાહજહાંપુર, ઉત્તરપ્રદેશના શાહજહાંપુર વિસ્તારમાં બે માળની નિર્માણધીન ઈમારત ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ૧ વ્યક્તિનું મોત થયું છે. મળતી  માહીતી મુજબ, અંદાજે ૧૪ મજૂરોને કાઠમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં બેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે, જયારે હજી પણ અન્ય ૩ મજૂરો કાઠમાળમાં ફસાયા હોવાની આશંકા છે. #UPDATE Shahjahanapur […]

Top Stories India Trending

શાહજહાંપુર,

ઉત્તરપ્રદેશના શાહજહાંપુર વિસ્તારમાં બે માળની નિર્માણધીન ઈમારત ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ૧ વ્યક્તિનું મોત થયું છે.

મળતી  માહીતી મુજબ, અંદાજે ૧૪ મજૂરોને કાઠમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં બેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે, જયારે હજી પણ અન્ય ૩ મજૂરો કાઠમાળમાં ફસાયા હોવાની આશંકા છે.

આ ઘટના રવિવારે બપોરે અંદાજે ૩.૩૦ વાગ્યાની જણાવવામાં આવી રહી છે. હાલમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને ઘટનાને લઈ હાઈ લેવલ કમિટીની તપાસના આદેશ અપાયા છે.

શાહજહાંપુરના જિલ્લાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આર સી મિશન થાના ક્ષેત્ર સ્થિત એક ઇન્ટર કોલેજની બિલ્ડીંગમાં લેંટર નાખવામાં આવી રહ્યું હતું, ત્યારે જ અચાનક પડી ગયું હતું અને તેના કાઠમાળમાં મજૂરો ફસાઈ ગયા હતા.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા અધિકારી અમૃત ત્રિપાઠી, પોલીસ અધિક્ષક એસ. ચિનપ્પા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચી ચુક્યા છે અને રાહત તેમજ બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. લખનઉથી NDRF અનેર SDRFની ટીમ પણ રવાના થઇ ગઈ છે”.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં યુપીમાં બિલ્ડીગ ધરાશાયી થઇ હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે.  આ પહેલા જુલાઈ મહિનામાં ગાઝિયાબાદના ખોડા વિસ્તારમાં એક ૫ માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી. આ ઉપરાંત નોઇડાના શાહ્બેરી વિસ્તારમાં ૨ માળની બિલ્ડીંગ પડી ગઈ હતી, જેમાં ૯ લોકોના મોત થયા હતા.