વલસાડ,
વલસાડના વાઘલધરા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડિવાઇડર પર ગાડી ચડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બેના મોત અને અન્ય 8 લોકોને ઇજા પહોચી હતી. ઈજાગ્રસ્તોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઇને આગળની કાર્યવાહી હાથધકી હતી.
