અમદાવાદ
માઈગ્રેન એક ગંભીર બિમારી તરીકે ઉભરી રહી છે. માઈગ્રેનથી ગ્રસ્ત લોકોની સંખ્યા હાલ ખૂબ જ વધી રહી છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે માઈગ્રેનની સમસ્યાનો ઉપચાર તાત્કાલિક કરાવી લેવો જોઈએ. માઈગ્રેનમાં વ્યક્તિને માથાનો દુઃખાવો થાય છે. પરંતુ આ દુઃખાવો સામાન્ય નથી હોતો. માઈગ્રેન થવાથી અડધા માથાનો દુઃખાવો વધુ ખતરનાક થવા લાગે છે.
આમાં માથાના ડાબા અથવા જમણા ભાગમાં દુઃખાવો થવો, દુઃખાવાના કારણે ઉલ્ટી થવી, માથામાં દુઃખાવાની સાથે શરીરમાં બેચેનીનો પણ અનુભવ થવા લાગે છે. માઈગ્રેનથી હાલ ખાસ કરીને યુવાનો વધુ પીડાતા હોય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઊંઘવાની ખોટી રીતથી પણ ક્યારેક માથાનો દુઃખાવો થતો હોય છે. માઈગ્રેનથી કેવી રીતે બચવુ તે અંગેની કેટલીક જાણકારી નીચે પ્રમાણે છે.
1.માઈગ્રેનથી પીડીત વ્યક્તિએ બને તેટલી વધારે ઊંઘ લેવી જાઈએ,કારણકે ઓછી ઊંઘના કારણે માઈગ્રેન થવાની શક્યતાઓ વધી જતી હોય છે.
માઈગ્રેનનો દુઃખાવો ઓછો કરવા માટે વ્યક્તિએ રૂમમાં અંધારુ કરીને સુવુ જોઈએ, તેમજ શાંત વાતાવરણમાં રહેવુ જોઈએ.
2.માઈગ્રેનથી પીડિત વ્યક્તિએ રોજ થોડો સમય કસરત તેમજ યોગ કરવા જોઈએ, આ ઉપરાંત એક્સપર્ટોનું કહેવુ છે કે એરોબિક એક્સરસાઈઝ માઈગ્રેનની સમસ્યા દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી થાય છે.
3.આ ઉપરાંત ટેમ્પરેચર થેરેપીને પણ અજમાવો, ગરમ અને ઠંડા પાણીના શેક ગળા તેમજ માથાના ભાગે લો, જેનાથી વ્યક્તિને માઈગ્રેનના દુઃખાવામાંથી લાંબાગાળે છુટકારો મળે છે.
4.એક્સપર્ટોના જણાવ્યા મુજબ, માઈગ્રેનથી પીડિત વ્યક્તિએ દિવસમાં 30થી 40 મિનીટ સુધી સોફ્ટ મ્યુઝિક સાંભળવુ જોઈએ તેમજ પોતાને મનગમતી પુસ્તક વાંચવી જાઈએ.
