Not Set/ છેલ્લાં 8 દિવસથી પરપ્રાંતીય પર એકપણ હુમલો થયો નથી : રાજ્ય સરકાર

અમદાવાદ, હિમંતનગર ઢુંઢર ગામે 14 મહિનાની બાળકી પર થયેલ બળાત્કાર બાદ રાજ્યમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓ સામે આવી હતી. આ ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટમાં પરપ્રાંતીય પરના હુમલાઓ અંગે જાહેરહીતની અરજી કરવામાં આવી હતી. આ અરજી બાદ હાઈકોર્ટ રાજ્ય સરકારને જવાબ આપવા આદેશ કર્યો હતો. સરકાર તરફથી હોમ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી પંકજ દવેએ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુભાષ […]

Top Stories Gujarat Others

અમદાવાદ,

હિમંતનગર ઢુંઢર ગામે 14 મહિનાની બાળકી પર થયેલ બળાત્કાર બાદ રાજ્યમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓ સામે આવી હતી. આ ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટમાં પરપ્રાંતીય પરના હુમલાઓ અંગે જાહેરહીતની અરજી કરવામાં આવી હતી. આ અરજી બાદ હાઈકોર્ટ રાજ્ય સરકારને જવાબ આપવા આદેશ કર્યો હતો.

સરકાર તરફથી હોમ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી પંકજ દવેએ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુભાષ રેડ્ડી અને જસ્ટીસ વિપુલ પંચોલી સમક્ષ સોગંદનામુ રજુ કરતાં જણાવ્યું હતું કે પરપ્રાંતીય પરના હુમલાઓ પછી 63 પોલિસ ફરિયાદો કરવામાં આવી છે જેમાં 754 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

રાજ્ય સરકારે પોતાના સોગંદનામામાં જણાવ્યુ હતું કે, છેલ્લા 8 દિવસથી પરપ્રાંતીયો પર એકપણ હુમલો થયો નથી.આગામી દિવસોમાં જે લોકો હિંસા ફેલાવશે તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વનુ છે કે, બનાસકાંઠા જિલ્લામાં જે બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તેનો આરોપી બિહારનો રહેવાસી હતો. આ ઘટના સામે આવ્યા બાદ રોષે ભરાયેલા લોકોએ ઉત્તર ભારતીયો પર હુમલા કર્યા હતા.

તેમજ તેમને ડરાવી ધમકાવી તેમના વતન પરત જવા માટે મજબુર કર્યા હતા. આ ઘટના બાદ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો, જેના જવાબમાં સરકારે કાર્યવાહીના આંકડા રજુ કર્યા છે.

સરકારે જણાવ્યુ છે કે, પરપ્રાંતિયો પર થયેલ હિંસા મામલે અત્યાર સુધી ૬૩ જુદા જુદા ગુનાઓ નોંધાયેલા છે. કુલ ૧૦ જિલ્લાઓમાં ટોળા દ્વારા આ હિંસાની ઘટના બની હતી. સરકારે સોગંધનામામાં જણાવ્યુ કે પોલીસે ગુનેગારોને ઝડપી પાડવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં શાંતિ ડહોળતા તત્વો સામે પગલા લેવામાં આવ્યા છે.