Not Set/ તો..માત્ર આટલા વર્ષોમાં જ કેપ્ટન કોહલી માસ્ટર બ્લાસ્ટરનો આ રેકોર્ડ તોડી નાખશે !

નવી દિલ્હી, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તે જયારે પણ મેદાનમાં ઉતરે છે ત્યારે નવા કિર્તિમાન પોતાના નામે કરે છે. અત્યારસુધીમાં જોવામાં આવે તો વર્લ્ડ ક્રિકેટમાં વિરાટ કોહલીના નામે ઘણા રેકોર્ડ નોધાઇ ચુક્યા છે. આ જ પ્રમાણે ગુહાવટીમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં […]

Trending Sports

નવી દિલ્હી,

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તે જયારે પણ મેદાનમાં ઉતરે છે ત્યારે નવા કિર્તિમાન પોતાના નામે કરે છે. અત્યારસુધીમાં જોવામાં આવે તો વર્લ્ડ ક્રિકેટમાં વિરાટ કોહલીના નામે ઘણા રેકોર્ડ નોધાઇ ચુક્યા છે.

sports-virat-kohli-records-century-sachin-tendulkar-odi-century-record

આ જ પ્રમાણે ગુહાવટીમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં વિરાટ કોહલીએ પોતાના વન-ડે કેરિયરની ૩૬મી સદી ફટકારી હતી અને ભારતીય ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો, ત્યારે હવે સવાલો ઉભા છે કે, ૩૬ સદી ફટકારનારા કોહલીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડતા કેટલો સમય લાગશે.

૨૯ વર્ષીય વિરાટ કોહલીએ અત્યારસુધીમાં ૨૦૪ વન-ડેમાં કુલ ૩૬ સદી ફટકારી છે, જયારે સચિન તેંડુલકરે ૩૧૧ ઇનિંગ્સમાં ૩૬ સદી ફટકારી હતી.

sports-virat-kohli-records-century-sachin-tendulkar-odi-century-record

સચિન તેંડુલકરે વર્ષ ૨૦૦૩માં ન્યુઝીલેન્ડ સામે ૩૬મી સદી ફટકારી હતી. તે સમયે સચિનની ઉંમર ૩૦ વર્ષ ૬ મહિના હતી. જયારે સચિને પોતાની અંતિમ ૪૯મી સદી વર્ષ ૨૦૧૨માં ફટકારી હતી.

આ જોતા સચિનને ૩૬થી ૪૯મી સદી સુધી પહોચવામાં ૯ વર્ષ લાગ્યા હતા. બીજી બાજુ વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો, ૨૦૧૫માં વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ૨૨મી સદી ફટકારી હતી. ત્યારબાદ અત્યારસુધીમાં તે ૧૪ સદી ફટકારી ચુક્યો છે.

sports-virat-kohli-records-century-sachin-tendulkar-odi-century-record

આ ઉપરાંત કોહલી પોતાના ૧૦ વર્ષના કેરિયરમાં ૩૬ સદી ફટકારી ચુક્યો છે. એટલે કે તે એક વર્ષમાં ઓછામાં ઓછી ૩ સદી ફટકારે છે.

આ જોતા વિરાટ કોહલીને સચિનનો રેકોર્ડ તોડવા માટે વિરાટ કોહલીને ૫ વર્ષ તેમજ ૭૮-૭૯ ઇનિંગ્સની જરૂરત પડી શકે છે.