Not Set/ ફરજ નિભાવતા જવાન થયો શહીદ,ઉંબરીમાં થશે અંતિમ સંસ્કાર

વેરાવળના સુત્રાપાડાનાં નાના એવા ઉંબરી ગામનાં 10 યુવાનો આર્મીમાં ફરજ બજાવે છે. જેમાં એક જવાન કેશુભાઇનું જમ્મુ – કાશ્મીરનાં લેહ-લડાખમાં ચાલુ ફરજે મોત નિપજયું હતું. મૃતક જવાનનાં પાર્થિવદેહને હેલીકોપ્ટરમાં રાજકોટ લવાયો હતો જેનો વતનમાં અંતિમ સંસ્કાર કરાશે. કેશુભાઇનાં મોતનાં સમાચારથી ગ્રામજનો શોકાતુરની પરિસ્થિતી સર્જાઈ છે. ગીર-સોમનાથ જિલ્લાનાં ઉંબરી ગામે રહેતા રામભાઇ વાણવીનો પુત્ર કેશુભાઇ  છેલ્લા […]

Gujarat

વેરાવળના સુત્રાપાડાનાં નાના એવા ઉંબરી ગામનાં 10 યુવાનો આર્મીમાં ફરજ બજાવે છે. જેમાં એક જવાન કેશુભાઇનું જમ્મુ – કાશ્મીરનાં લેહ-લડાખમાં ચાલુ ફરજે મોત નિપજયું હતું. મૃતક જવાનનાં પાર્થિવદેહને હેલીકોપ્ટરમાં રાજકોટ લવાયો હતો જેનો વતનમાં અંતિમ સંસ્કાર કરાશે. કેશુભાઇનાં મોતનાં સમાચારથી ગ્રામજનો શોકાતુરની પરિસ્થિતી સર્જાઈ છે.

ગીર-સોમનાથ જિલ્લાનાં ઉંબરી ગામે રહેતા રામભાઇ વાણવીનો પુત્ર કેશુભાઇ  છેલ્લા 15 વર્ષથી લશ્કરમાં ફરજ બજાવતા હોય તેઓ હાલમાં હિમાલય પાસે આવેલ જમ્મુ-કાશ્મીરનાં લેહ-લડાખમાં ફરજ પર હતાં ત્યારે 25 ઓગષ્ટનાં બપોરનાં રોજ તેમનું મોત નિપજયું હતું. જેને લઈને ગામમાં  શોકમય માહોલ પ્રસરી ગયો હતો.લેહ-લડાખમાં વાતાવરણ ખરાબ હોવાને લીધે કેશુભાઇનાં મૃતદેહને રવિવારે સાંજે હેલીકોપ્ટર માં રાજકોટ લઇ આવવામાં આવ્યો હતો.  પાર્થિવદેહને તિરંગામાં લપેટી વતન લાવવામાં આવશે.

ઉંબરી ગામે સરસ્વતી નદીનાં કિનારે વીર માંગડાવાળાની જગ્યામાં આવેલ સ્મશાન ગૃહમાં સંપુર્ણ માન -સન્માન સાથે અંતિમ સલામી આપી અંતિમ સંસ્કાર કરવામાં આવશે.જવાનનાં પાર્થિવદેહનાં દર્શન માટે રવિવારથી જ લોકો ઉંબરી ગામે જઇ રહયાં છે. વહિવટી તંત્રે પણ ગામની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.