છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજાપુરમાં મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં સીઆરપીએફના લગભગ 4 જવાન શહીદ છે. આ મામલે 2 જવાન ઘાયલ થયા હોવાની ખબર છે.
નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાન સીઆરપીએફ-168 બટાલિયનના હતા. જવાનો એરિયા ડોમિનેશન માટે નીકળ્યા હતા, ત્યારે બાસાગૂડાના મુરદોંડા ગામ નજીક વિસ્ફોટ થયો હતો. સીઆરપીએફના એએસપી દિવ્યાંગ પટેલે આ ઘટનાની પુષ્ટિ કરી છે.
Four Central Reserve Police Force (CRPF) jawans have lost their lives in an encounter with Naxals in Bijapur. Two jawans are injured. More details awaited. #Chhattisgarh pic.twitter.com/Mrb7IobEFJ
— ANI (@ANI) October 27, 2018
હુમલા સમયે જવાનો ખાનગી ઝાયલો ગાડીમાં સવાર હતા. એમની મુવમેન્ટની સૂચના નક્સલીઓને પહેલાથી જ મળી ગઈ હતી. નક્સલીઓએ IED વિસ્ફોટ કર્યો હતો. જવાનો પાસેના મોબાઈલ ફોન, વાયરલેસ સેટ સહીત પાંચ રાયફલ અને બે એકે-47 પણ નક્સલીઓએ લૂંટી લીધી હતી.
જણાવી દઈએ કે, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીનું એલાન થઇ ચૂક્યું છે, તેમજ આચાર સંહિતા પણ લાગુ થયેલી છે.
