મુંબઈ,
‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ જલ્દી જ ફિલ્મ ‘સાહો’માં નજરે પડશે. ફિલ્મનો મેકિંગ વીડીયો ઈન્ટરનેટ પર ખુબ જ પસંદ કરવામાં આવ્યો છે. મેકિંગ વીડીયોને 23 ઓક્ટોબરે પ્રભાસના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યો હતો. આ વીડીયોને 24 કલાકમાં 10 લાખ કરતા પણ વધુ વાર જોવામાં આવ્યો. એક્શનની ભરપુર આ વીડીયોને અત્યાર સુધી 15 લાખથી વધુ હિટ્સ મળી ચુક્યા છે.

ફિલ્મ ‘સાહો’માં નીલ નીતિન મુકેશ પણ છે જે નેગીટીવ રોલ પ્લે કરતા જોવા મળશે. મેકિંગ વીડીયોના પછી તાજેરતમાં નીલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વીડીયો શેર કર્યો છે જેમાં એપિક એક્શનથી ભરપુર ચેજિંગ સીન જોવા મળી રહ્યા છે. નીલે આ વીડીયોના કેપ્શનમાં લખ્યું કે “સાહો… આ શોનો સમય છે” જણાવીએ કે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર પણ છે જે મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
https://www.instagram.com/p/BpddXmjgscY/?taken-by=neilnitinmukesh

આપને જણાવી દઈએ કે ફિલ્મનું નિર્દેશન સુજીત દ્રારા કરવામાં આવી રહ્યું છે અને શ્રદ્ધા કપૂર આ મુવીમાં લીડ ફીમેલ રોલ પ્લે કરતા જોવા મળશે. ફિલ્મનો જે મેકિંગ વીડીયો હાલમાં શેર કરવામાં આવ્યો હતો તેને તૈયાર કરવામાં આશરે 60 દિવસનો સમય લાગ્યો હતો. 400 થી વધુ લોકોની ટીમે મળીને આની તૈયારી કરી હતી.

