Viral Video/ લગ્ન સમારોહમાં તંદૂર વાળાએ કર્યો એવો તે કાંડ કે, જોઈને પણ તમે કહેશો…

સોશિયલ મીડિયા પર આડેધડ શેર કરવામાં આવતા આ વીડિયોમાં કોઈ વ્યક્તિ લગ્ન કે પાર્ટીમાં તંદૂરીની રોટલી બનાવતા જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વ્યક્તિ બધી રોટલીઓ પર થૂંકીને પકાવવાની નાની ભઠ્ઠીમાં મૂકી રહ્યો છે.

Videos

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેકો વિડીયો વાયરલ થતા હોય છે. કેટલાક વિડીયોઝ જ્યાં મનોરંજક હોય છે, તો કેટલાક ઈમોશનલ. જ્યારે ઘણા વિડીયોઝ જોતા હોય ત્યારે આપને આપણું હસવાનું રોકી શકતા નથી, ત્યારે એવા ઘણા વિડીયોઝ હોય છે જેનાથી આંખોમાં આંસુ આવી જાય છે. આવો જ એક વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમેન ગુસ્સો આવશે.

સોશિયલ મીડિયા પર આડેધડ શેર કરવામાં આવતા આ વીડિયોમાં કોઈ વ્યક્તિ લગ્ન કે પાર્ટીમાં તંદૂરીની રોટલી બનાવતા જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વ્યક્તિ બધી રોટલીઓ પર થૂંકીને પકાવવાની નાની ભઠ્ઠીમાં મૂકી રહ્યો છે. જેણે પણ આ વિડીયો ક્લિપ જોઇ છે તે આશ્ચર્યચકિત છે કે આ વ્યક્તિ કેમ આવું ઘૃણાસ્પદ કામ કરી રહ્યો છે. તેને આ રીતે રોટલી પર થૂંકવાની જરૂર કેમ પડી?

આ વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જો કે, આની પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. લોકો આ જોઇને ગુસ્સાથી લાલ-પીળા થઈ રહ્યા છે. ઘણા લોકો જાણવા માંગે છે કે આ વ્યક્તિ કોણ છે અને આ વિડીયો ક્યાંનો છે. આ વિડીયો ક્લિપને શેર કરવાની સાથે, યુઝર્સ તંદૂરી બનાવનાર સામે ઉગ્ર ટિપ્પણીઓ અને પ્રતિક્રિયા આપી રહ્યા છે.