ઈન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયો ચોંકાવનારો છે. આ વીડિયોમાં ત્રણ સિંહ એક ગમાણમાં ઘૂસી ગયા છે. અને ગોળ ગોળ ફરી રહ્યાં છે. ફ્રેમમાં જ ગાય પણ દેખાય છે. જેની સામે જ આ ત્રણેય સિંહ ફરી રહ્યાં છે. વીડિયોનું એક્ઝેક્ટ લોકેશન તો સ્પષ્ટ થયું નથી. પરંતુ આ વીડિયો લોકો મોટા પ્રમાણમાં શેર કરી રહ્યાં છે.

